રાપર : એન.ડી.પી.એસ. ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડતી રાપર તથા ગાગોદર પોલીસ..

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ,
પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ નાઓની સુચના મુજબ
પુર્વ-કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર માદક પદાર્થના સેવન અંગેની બદી નેસ્ત-નાબુદ કરવા સુચના આપેલ હોઇ
જે અન્વયે પોલીસને મળેલ બાતમી હકીકતના આધારે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જે.બી.બુબડીયા તથા
રાપર પોલીસ સ્ટાફ દ્વારા રાપર તાલુકા ગેડી ગામના પરબત પાંચા સિંધવ – રજપુત તથા વિશા માદેવા રાઠોડ – રજપુત ના
રહેણાંક મકાનોમાં તથા આરોપી પરબત પાંચા સિંધવના કબ્જા ભોગવટાના સારંગીયા નામની સીમમાં આવેલ ખેતરમાં
આ કામના આરોપીઓએ એરંડા તથા જીરાની ખેતીની વચ્ચે આડસમાં – છુપાવીને પોષ ડોડાના છોડો વાવેલ હોઈ જે અંગે

નાર્કોટીક્સ અંગે રેઈડ કરતા માદક પદાર્થ પોષ ડોડા કુલ-૩૭.૪૨૦ કિલો ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા
૧,૧૨,૨૬૦/- તથા વનસ્પતિ જન્ય પાંદડા તથા ડાળખા જે માદક પદાર્થ ૫૮.૪૨૦ કિ.ગ્ર કિમત રૂપિયા ૧,૭૫,૨૬૦/-મળી
એમ કુલ્લ કિ.રૂ. ૨,૮૭,૫૨૦/-નો માદક પદાર્થ મુદામાલ સાથે પરબત પાંચા સિંધવને ઝડપી લઈ એન.ડી.પી.એસ. તળે
કાયદેસરની કાર્યવાહી કરેલ તે દરમ્યાન રાપર પોલીસને ફરીવાર ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગેડી ગામે
કુયારા વાડી વિસ્તારમાં પચાણ સુરા રાઠોડ – રજપુત રહેવાશી-ગેડી તાલુકે.રાપર વાળાએ પોતાના ખેતરમાં
માદક પદાર્થ પોષડોડાના વેચાણ અર્થે ઉછેર કરેલાની બાતમી મળતા સદરહુ જગ્યાએ પી.આઈ.શ્રી વી.એ. સેંગલ
ગાગોદર પોલીસ સ્ટેશન નાઓએ ગાગોદર પોલીસ સ્ટાફ તથા રાપર પોલીસ સ્ટાફને સાથે રાખી રેઈડ કરતા
પચાણ સુરા રાઠોડ – રજપુત રહેવાશી-ગેડી , તાલુકે .રાપર વાળાના ખેતર માંથી માદક પદાર્થ
પોષડોડા-૧૮ કિ.ગ્રામ કિમત રૂપિયા-૫૪૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.