દાહોદ એલસીબી પોલીસે ઘઉંની આડમાં લઈ જવાતો 22.74 લાખનો દારુ ઝડપી પાડયો

પ્રતીકાત્મક તસવીર:દાહોદ એલસીબી પોલીસે ઘઉંની આડમાં લઈ જવાતો 22.74 લાખનો દારુ ઝડપી પાડયો

દાહોદ એલસીબી પોલીસે ઘઉંની આડમાં લઈ જવાતો 22.74 લાખનો દારુ ઝડપી પાડયો

પ્રતીકાત્મક તસવીર:દાહોદ એલસીબી પોલીસે ઘઉંની આડમાં લઈ જવાતો 22.74 લાખનો દારુ ઝડપી પાડયો
પ્રતીકાત્મક તસવીર:દાહોદ એલસીબી પોલીસે ઘઉંની આડમાં લઈ જવાતો 22.74 લાખનો દારુ ઝડપી પાડયો

 

દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલી બાતમીના આધારે દાહોદ – ગોધરા હાઈવે પર વોચ ગોઠવી હતી.

તે વખતે એક ટ્રકમાંથી ઘઉંની આડમાં સંતાડી રાખેલીવિદેશી દારૂની કુલ પેટીઓ નંગ. 370 જેની કુલ રૂા. 22,74,300ના જથ્થા સાથે ટ્રક મળી કુલ રૂા. 32,80,330નો મુદ્દામાલ કબજે કરી ટ્રકના ચાલકની અટકાયત કરી છે.

બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.

આગામી તહેવારોને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીનો અમલ થાય, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વિગેરે જેવી કામગીરીની સુચના અપાતા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને દારૂની હેરાફેરી મામલે બાતમી મળી હતી.

ટ્રક આવતાં જ પોલીસે ઝડપી પાડી

તેના આધારે પોલીસે દાહોદ ગોધરા હાઈવે પર વોચ ગોઠવી હતી.

પોલીસે દાહોદ – ગોધરા હાઈવે પર વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલી એક ટ્રક પસાર થતાં પોલીસ સાબદી બની હતી

અને ટ્રક નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ટ્રકના ચાલક રીંકુ બિસમ્ભર જાટવ (રહે. રાજસ્થાન) ની અટકાય કરી હતી.

ટ્રકની તલાસી લેતાં તેમાંથી ઘઉંની આડમાં સંતાડી રાખેલી વિદેશી દારૂની કુલ પેટીઓ નંગ. 370 મળી આવી હતી.

જેમાં બોટલો નંગ. 8616 કુલ કિંમત રૂા. 22,74,300નો વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ ફોન વિગેરે મળી પોલીસે કુલ રૂા. 32,80,330નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ઝડપાયેલા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp