વડોદરામાં 15 યુવા ડોક્ટરનું ગ્રૃપ પાંચ વર્ષથી સાથે ગરબા રમે છે

વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે 15 યુવા ડોક્ટરનું ગ્રૃપ પાંચ વર્ષથી સાથે ગરબા રમવા માટે આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન દર્દીઓને પ્રોત્સાહન આપવા પીપીઇ કિટ પહેરીને ગરબા રમતા. તો પરિવાર સાથે ધાબે ગરબા રમ્યા હતા.
વરસાદ વચ્ચે પણ ઉત્સાહ જારી
ક્રેડાઇ દ્વારા આયોજીત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં ગરબા રમવા આવેલ શિવાનીએ જણાવ્યું હતું કે, અમારુ 15 લોકોનું ડોક્ટર્સનું ગ્રૃપ છે અને પાંચ વર્ષથી સાથે ગરબા રમવા આવીએ છીએ.
ડોક્ટર ઋષભ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીએ છીએ,
ત્યારથી સાથે જ છીએ. અમે પાંચ વર્ષથી સાથે ગરબા રમવા અહીં આવીએ છીએ.
કોરોનાના બે વર્ષ સાથે ગરબા નહોતા રમી શક્યા પણ આ વર્ષે ફરી એકસાથે આવ્યા છીએ.
આજે વરસાદ પડ્યો છતાં ગરબા રમવાની ખૂબ મજા માણી.
કોરોનામાં દર્દીઓ સાથે ગરબા રમ્યા
ડૉ. અર્જુન સાખડે જણાવ્યું હતું કે, કોરોનામાં ઘરે પરિવાર સાથે ગરબા રમતા અને વાર્ડમાં પીપીઇ કિટ પહેરી દર્દીઓ સાથે ગરબા રમતા જેથી તેમનું મનોબળ મજબૂત મનતું.
ડોક્ટર્સના ગ્રૃપના સભ્યોના નામ
ડૉ. રાજ, કાજોલ પટેલ, ઋષભ ત્રિવેદી, અંજલી બ્રહ્મભટ્ટ, અભિષેક બાંભણિયા, કેવલ વડાલિયા, અનામિકા, પૂજા રાઠવા, અર્જુન સાખડ, ડો. શિવાની, હર્ષ, ભરત ચૌધરી, મીત દવે, ધર્મેન્દ્ર, પ્રીતમ, તેજસ્વીની, મનન દવે અને શ્રૃષ્ટી ત્રિવેદી.