તલોદ :વકતાપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મુળજીભાઈ રામાભાઈ પરમારના વય નિવૃત્ત થતાં વય નિવૃત્ત સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો

તલોદ તાલુકાના વકતાપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મુળજીભાઈ રામાભાઈ પરમારના વય નિવૃત્ત થતાં વય નિવૃત્ત સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. “ઇતની શક્તિ હમે દે ન દાતા મનકા વિશ્વાસ કમજોર હો ના” પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.
શાળાની બાલિકાઓ દ્વારા ” શુભ સ્વાગતમ્ ” સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી એવા ગજેન્દ્રસિંહ પરમાર તથા શાળાના સ્ટાફ મિત્રો,શાળાના બાળકો,ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પધારેલ રાજકીય આગેવાનોનું ફૂલહાર સાથે ફૂલ છડી આપી સ્વાગત કરાયું હતું.
મુળજીભાઈ દ્વારા શાળામાં ૩૧,૦૦૦ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તથા ૧૦,૦૦૦ હજારનો ચેક હિરેનભાઈ મુળજીભાઈ દ્વારા આપવામાં આવ્યો. પિતા પુત્ર એ શાળા માટે ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું હતું.