દાહોદ જિલ્લામાં 1302 યુવાનોને રોજગાર નિમણુંક પત્રો અને 1079 યુવાનોને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો અપાયા

પ્રતીકાત્મક તસવીર:દાહોદ જિલ્લામાં 1302 યુવાનોને રોજગાર નિમણુંક પત્રો અને 1079 યુવાનોને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો અપાયા

દાહોદ જિલ્લામાં 1302 યુવાનોને રોજગાર નિમણુંક પત્રો અને 1079 યુવાનોને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો અપાયા

પ્રતીકાત્મક તસવીર:દાહોદ જિલ્લામાં 1302 યુવાનોને રોજગાર નિમણુંક પત્રો અને 1079 યુવાનોને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો અપાયા
પ્રતીકાત્મક તસવીર:દાહોદ જિલ્લામાં 1302 યુવાનોને રોજગાર નિમણુંક પત્રો અને 1079 યુવાનોને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો અપાયા

 

ગુજરાત સરકાર દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રની જરૂરિયાત મુજબ કૌશલલક્ષી માનવબળની ઉપલબ્ધિ માટે ઉદ્યોગ અનુરૂપ જગ્યાઓની પૂરતી માટે ઔદ્યોગિક ભરતીમેળાનો અભિગમ અમલમાં છે.

સમગ્ર રાજ્યના યુવાનોને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોના વિતરણના કાર્યક્રમ યોજાયા હતા.

તે અંતર્ગત દાહોદ જિલ્લામાં સરકારી ઔધોગીક તાલીમ સંસ્થા ખાતે ગુજરાત વિધાન સભા દંડકની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લામાં 1302 યુવાનોને રોજગાર નિમણુંક પત્રો અને 1079 યુવાનોને એપ્રેન્ટીસશીપ કરારપત્રો અપાયા હતા.

જિલ્લાની આઈટીઆઈમાં 8580 તાલીમાર્થી

આ પ્રસંગે વિધાનસભા દંડક રમેશ કટારા એ જણાવ્યું કે દાહોદ જિલ્લાની 10 સરકારી આઇ ટી આઇ, 3 ગ્રાન્ટેડ આઇ ટી આઇના 8580 તાલીમાર્થી ઓ તાલીમ લઈ રહ્યા છે.

આજે પૂરા ગુજરાત રાજ્યમાં 39 સ્થળો એ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે,

આજે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ રહયા છે.

ગુજરાતમાં બેરોજગારી દર ન્યુનતમ છે. રોજગાર કચેરી અનુબંધન પોર્ટલ ઉપર જાહેરાત મુકે છે.

જે રોજગારવાંચ્છુંઓ માટે ઉપયોગી સાબિત થાય છે.

જેની નોંધણી પણ ઓનલાઇન તમે જોઈ શકો છો.

અત્યાર સુધીમાં બે લાખ થી વધુ નોકરીઓ રોજગાર કચેરી દ્રારા અપાઇ છે.

આ વર્ષે પાંચ લાખથી વધુ ઉમેદવારોને સ્કીલ કરવાનો ટાર્ગેટ અપાયો છે.

 

3300 બેરોજગારોને વેબિનારથી માર્ગદર્શન આપ્યુ

જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા વર્ષ 2022-23માં કુલ 22 ઓનલાઇન અને ઓફલાઈન ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા યોજવામાં આવ્યા હતા

જેમાં જિલ્લામાં કુલ 1302 ઉમેદવારોને રોજગારીની તકો પ્રાપ્ત થઈ છે.

છેલ્લા એક વર્ષમાં 48 ઓનલાઈન વેબિનાર દ્વારા. 3302 યુવાનોને રોજગારલક્ષી વ્યવસાયિક માર્ગદર્શન આપવામાં આવેલ છે.

જ્યારે 8 સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા, દાહોદ મામલતદાર દાહોદ જિલ્લાની તમામ આઇ ટી આઇ પ્રિંન્સિપાલ અને મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp