અમદાવાદમાં ‘પપ્પા તમે કેમ મારામાં રિચાર્જ કરાવતા નથી કહેતા’ બાપે માં-દીકરાને મારમારી ઘરમાંથી કાઢી મૂક્યા

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મહિલાને પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો કિસ્સો સામે આવ્યો છે.
પતિ પત્નીની સાથે સાથે દીકરાને પણ માર મારતો હતો.
નજીવી બાબતે પતિએ પત્ની અને દીકરાને માર મારીને ઘરમાંથી કાઢી મુક્યા હતા.
આ મામલે પત્નીએ પતિ સામે પોલીસે ફરિયાદ નોંધાવી છે.
પત્ની પાસે દહેજ પેટે રૂ.25 લાખ માગતો
શહેરના વટવા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય મહિલાએ પતિ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાના 22 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ મહિલાને 2 દીકરા હતા.
મહિલાનો પતિ અવારનવાર મહિલા પાસે દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.
6 વર્ષ અગાઉ મહિલાને પિયરમાંથી 25 લાખ લાવવા જણાવ્યું હતું.
જોકે મહિલા પોતાના પિતા પાસેથી 10 લાખ રૂપિયા લાવી હતી,
તેમ છતાં પૈસાની માંગણી ચાલુ જ રાખી હતી.
દીકરાને લાફો મારતા કાનમાંથી પરું વહેવા લાગ્યું
5 ઓક્ટોબરે રાતે મહિલાનો પતિ ઘરે આવ્યો ત્યારે નાના દીકરાએ પિતાને કહ્યું કે પપ્પા તમે કેમ મારા મોબાઈલમાં રિચાર્જ નથી કરાવતા.
આટલું કહેતા મહિલાનો પતિ ઉશ્કેરાઈ ગયો અને દીકરાને માર મારવા લાગ્યો હતો.
આ દરમિયાન મહિલા વચ્ચે પડતા મહિલાને પણ માર માર્યો હતો અને ઘરની બહાર કાઢી મુક્યા હતા.
દીકરાને લાફો મારતા કાનમાંથી પરું વહેવા લાગ્યું હતું.
દીકરાને સારવાર માટે લઈ જઈ મહિલાએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઈસનપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.