મહિસાગર : સંતરામપુર નગરના નગરજનો ને નગરપાલિકા દ્વારા જાનવરો પણ ના પીવે તેવુ ગંદુ અને ડહોળું પાણી દિવસે અપાતાં નગરજનો મા રોષ..

મહિસાગર જીલ્લા મા આવેલ સંતરામપુર નગરના નગરજનો ને નગરપાલિકા દ્વારા
ગંદુ અને ડહોળું પાણી અને તે પણ આતરે દિવસે અપાતાં..
જાનવરો પણ ના પીવે તેવુ પાણી પીવા સંતરામપુર ના નગરજનો મજબુર બન્યાં..
જાનવરો પણ ના પીવે તેવુ ગંદુ અને ડહોળું પાણી નગર પાલિકા સંતરામપુર દ્વારા અપાતા
નગરજનો દ્વારા નગર પાલિકા પ્રત્યે ભારે રોષ..
સંતરામપુર નગરમાં આવેલ નગર પાલિકા હદ વિસ્તાર માં આવતા અનેક વિસ્તારોમાં
નગર પાલિકા દ્વારા વોટર વકૅસ યોજના હેઠળ
સંતરામપુર નગરને અપાતું પાણી ગંદુ અને ડહોળું અપાતા નગરજનો દ્વારા નગર પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળે છે.
નગરજનો નગર પાલિકા દ્વારા અપાતું ગંદુ અને ડહોળું પાણી પીવા માટે મજબુર બન્યાં છે.

જે આ પાણી નગરમાં રહેતાં નગરજનો જેવા કે નાના બાળકો, વૃદ્ધા લોકો, તથા
અનેક પશુઓ આ ગંદુ અને ડહોળું પાણી પીવા માટે મજબુર બન્યાં છે.
આવુ ડોહળુ પાણી અપાતા નગરજનો ના આરોગ્ય ને નુકશાન થશે તો તેની જવાબદારી કોની???
શું કોઈ આવું ડોહળુ પાણી પીવાથી બીમાર પડશે તો નગર પાલિકા જવાબદારી લેશે ખરી…?
શું સરકાર નગરપાલિકાને નગર ના હિત માટે અને નગરનાં વિકાસ માટે લાખો કરોડો ની ગ્રાન્ટ આપે છે.
તો પછી સંતરામપુર નગર પાલિકા દ્વારા
પાણી ને ફીલટર કરી ને કલોરીનેશન કરીને પાણી નું વિતરણ કરે તે નગરજનો ના આરોગ્ય માટે હિતાવહ છે.
નવાઈ ની વાતતો એ છે કે,
આવા તો કેટલાય સમાચારો કેટલીય વાર અલગ અલગ સમાચાર પત્રો ના માધ્યમ થી તેમજ
ઈલેક્ટ્રીક મિડિયા ના માધ્યમ થી પ્રસારીત થયા
પરંતુ તંત્ર ને કોઈ ફરક પડતો હોય તેવુ આજ સુધી તો લાગતુ નથી..
શુ ઉપરી તંત્ર આવા બે જવાબદારો ને છાવરવાનુ જ કામ કરશે..?
આવા અધિકારીઓ અને આવા નગર પાલિકા ના તંત્ર કારણે
ભા.જ.પ.ના શાસન નુ નામ ખરાબ થાય છે..
તેવુ જાગૃત નાગરિકો નુ મંતવ્ય..
સત્વરે મહિસાગર જીલ્લા નો આરોગ્ય વિભાગ આ સંતરામપુર નગરપાલિકા દ્વારા પાણી નું વિતરણ કરાય ત્યારે
નગરના વિવિધ વિસ્તારમાં થી પાણી ના સેમ્પલ લઈ ને જરુરી કાર્યવાહી કરશે ખરી???
કે હોતા હૈ ચલતા હૈ ની નીતિ અપનાવશે તે હવે જોવુ રહ્યુ..