મહિસાગર : કડાણા માં આવેલ માલવણ ગ્રામ પંચાયત માં સરકારશ્રીની યોજનાઓ ના સરેઆમ ધજાગરા..
મહિસાગર : કડાણા માં આવેલ માલવણ ગ્રામ પંચાયત માં સરકારશ્રીની યોજનાઓ ના સરેઆમ ધજાગરા..
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માલવણ મુકામે સ્વચ્છતા હી સેવા કેમ્પેન ની ઉજવણી કરવામાં આવી..
પરંતુ માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતના અમુક સભ્યોને જાણ કરવામાં આવી નથી..
માલવણ મુકામે માલવણ બજારમાં સ્વચ્છતા ના નામે કઈ જ નથી શૂન્ય છે..
અને જ્યાં દેખો ત્યાં કચરાના ઢગલાઓ જોવા મળે છે..
સ્વચ્છ ભારત મિશન કેમ્પેન ની ઉજવણી કરવામાં આવતી હોય પરંતુ
માલવણ ગામમાં જ્યાં દેખો ત્યાં ગંદકીના ઢગલાઓ જોવા મળે છે…
જેવા કે
માલવણ પરબડી ફળિયામાં આંગણવાડીની બાજુમાં પણ ગંદકીના ઢગલા જોવા મળે છે..
ગોપી ડેરી ની બાજુમાં..
બેંક ઓફ બરોડા ની લાઈનમાં..
બજાર ચોકડી.. વગેરે.. વગેરે જગ્યાએ
સ્વચ્છતા જેવું કાંઈ જ માલવણ પંચાયતમાં દેખાતું નથી
આવી ખોટી સ્વચ્છતા કેમ્પેઇન ની ઉજવણી કરવામાં આવે તે કેટલા અંશે યોગ્ય ગણાય..????
કડાણા તાલુકા પંચાયતમાંથી આવેલા અધિકારીઓ ને શું આ બાબતે ખબર નથી..?
ખબર હોવા છતાં પણ માલવણ ગામે સ્વચ્છતા હી મિશન કેમપેન ની ઉજવણી કરે તે કેવું..??
તારીખ ૨૪/૦૯/૨૦૨૩ ના રોજ
માલવણ મુકામે મિટિંગ રાખવામા આવેલ
તે તદ્દન એક મિટિંગ કરવા ખાતર અને ફોટાઓ પડાવવા માટેજ આ રીતની તસવીરો પાડી અને
મીટીંગ નું આયોજન કરવા ખાતર કરી નાખેલ છે
જે તદ્દન સરકારશ્રીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખોટું છે
માલવણ મા મિટિંગ રાખવામા આવેલ તે મિટિંગ કરવા ખાતર અને
ફોટાઓ પડાવવા માટેજ આ આયોજન કરવા ખાતર કરી નાખેલ
આવી રીતે ખોટા ખોટા ફોટા પાડી અને મીટીંગો પૂર્ણ કરવામાં આવે છે
તે સરકારશ્રીના નીતિ નિયમ મુજબ બરાબર નથી..
અને સરકારી નાણા નો વ્યય અને
સરકારશ્રી ની યોજનાઓ ના સરેઆમ ધજાગરા કહેવાય
તેવુ જાગૃત નાગરિકો ને લાગી રહ્યુ છે..
આ બાબતે તટસ્થ પણે તપાસ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગ છે..