સંતરામપુર : કેનાલો ની સાફ-સફાઈ વ્યવસ્થિત રીતે કરાય અને કેનાલના જરુરી રીપેરીંગ કામો પણ ખેડુતોના હીતમાં વહેલી તકે હાથ ધરવામાં આવે તે માટેની ખેડુતો ની માંગ
સંતરામપુર તાલુકા નાની સિંચાઈ કચેરીની લાલિયાવાળી ના કારણે
નાની સિંચાઈ હસ્તકના સંતરામપુર અને કડાણા તાલુકાના તળાવોમા ભરપૂર પાણી હોવા છતાં
પણ ખેડૂતોને ખેતી માટે સિંચાઈનો લાભ મળતો નથી
મોટાભાગના સિંચાઈ તળાવોને કડાણા ડેમના પાણીથી ભરવાની પણ વ્યવસ્થા કરેલ હોવા છતાં પણ ખેડૂતો ઠેરના ઠેર…!!!
સંતરામપુર તાલુકા નાની સિંચાઈ વિભાગ હસ્તક આવેલ મોટી ખરસોલી સિંચાઈ તલાવ નું પાણી ખેડુતોને ખેતી માટે મળી રહે
તેવા શુભ હેતુ સાથે
મોટી ખરસોલી સિંચાઈ તલાવ માંથી કેનાલ કાઢવામાં આવી છે
જેનો લાભ સંતરામપુર અને કડાણા તાલુકાના
મોટી ખરસોલી,
એનદ્રા,
બુધપુર,
મહાપુર
અને ભુખી
વિસ્તારના ગામો ના ખેડુતોને આ સિંચાઈ તલાવ નું પાણી ખેતી માટે મળતું હતું
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સિંચાઈ તલાવ નું પાણી કેનાલ ની સાફ સફાઈ વ્યવસ્થિત રીતે નહીં થતી હોવાનાં કારણે
અને કેનાલના
જરુરી રીપેરીંગ કામો નહીં કરવામાં આવતાં
આ કેનાલ નું પાણી મોટી ખરસોલી થી આગળ કેનાલમાં નહીં જતાં
મોટી ખરસોલી થી આગળ ના ગામડાં ઓના ખેડુતોને આ સિંચાઈ તલાવ નું પાણી ખેડુતોને ખેતી માટે મળતું નથી.
નાના નટવા સિંચાઈ તળાવ નું પાણી
નટવા,
માલણપુર,
સાંગાવાડા
ગામના ખેડૂતોને તળાવમાં ભરપૂર પાણી હોવાં છતાં પણ તેનો લાભ ખેડૂતોને મળતો નથી
નાના નટવા તળાવની કેનાલ પણ ઝાડી- ઝાંખરા ઊગી ગયા છે
તેમજ જર્જરિત થઈ ગઈ છે
તેમજ ગેટનું મેન્ટેન્સ કામ કરવામાં આવતું ન હોવાથી
પાણી લીકેજ થઈ જાય છે જેનો લાભ ખેતી માટે ખેડૂતને મળતો નથી
નાની સિંચાઈ વિભાગના અધિકારીઓ
અને કર્મચારીઓની બેદરકારી અને નિષ્કાળજી ને લીધે
ખેડૂતોને સિંચાઈનો લાભ નહીં મળતાં ખેડુતોમાં આવા વહીવટ સામે ભારે રોષ જોવાં મળે છે.
આવી કેનાલો ની સાફ-સફાઈ વ્યવસ્થિત રીતે કરાય
અને કેનાલના જરુરી રીપેરીંગ કામો પણ ખેડુતોના હીતમાં વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી માટેની ખેડુતો ની માંગ ઉઠેલ છે.
🌹 ઈન્દ્રવદન વ. પરીખ ,
સંતરામપુર – મહિસાગર