મહીસાગર : સંતરામપુરના ગોધર ગામ નજીક કાર સળગવાના બનાવમાં નવો વળાંક..

જાહેર માર્ગ પર આવો રોબરીનો બનાવ તાલુકાના સરસણ આઉટ પોસ્ટ વિસ્તારના ગોધર ગામ નજીક મેઈન રોડ પર ગઈ કાલ રાતનાં
આશરે સાડા દસ થી અગીયાર વાગ્યા ના અરસામાં એક કાર અચાનક જ ભડભડ સળગી ઉઠતાં
આ ધટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
આ ધટનાની જાણ પોલીસને કરાતાં સ્થાનિક પોલીસ પણ રાત્રે જ ધટના સ્થળે દોડી ગયેલ.
પ્રાપ્ત વિગતો મુજબ આ કાર બાલાસિનોર આઈસીઆઈસી બેંક ના મેનેજર લઈ ને દાહોદ
જઈ રહેલ અને
તેમની કારમાં પતરાની પેટી માં રોકડા રૂપિયા એક કરોડ ને વીસ લાખ હતાં.
સૌથી આશ્રય પમાડે તેવી હકીકત એ હતી કે,
આ કાર સળગી ગઈ પરંતુ કાર ને આ રોકડ રકમ લઈ ને જનાર બેંકના મેનેજર વિશાલ પાટીલ ધટના સ્થળે જોવા મળેલ નહીં
અને જે પતરાની પેટી માં રોકડા રૂપિયા મુકેલ તે પેટી ની નોટો જો સળગી ગઈ હોય તો તેની રાખ પેટી માં જોવાં મળે
પરંતુ આવું કઈ પણ જણાતું ન હતુ તેમજ બનાવ બન્યા થી અત્યાર સુધી આ બેંક મેનેજર વિશાલ પાટીલ નો કોઈ પત્તો મળેલ ના હતો
અને આ મેનેજર નું શુ થયું અને તે ક્યાં છે..?
તેની કોઈ માહિતી કે જાણકારી મળેલ ના હતી…
આ ધટના માં કદાચ કોઈ જાણભેદુ ઈસમો દ્વારા આ મેનેજર બાલાસિનોર થી નીકળ્યા તે સમયે
તેમની પાછળ પીછો કરી ને આ રોકડ રકમ ની લુંટ કરી ને
આ લુટના બનાવ ને આકસ્મિક બનાવ માં ખપાવવા
કાર સળગાવી ને મેનેજર નું અપહરણ કરી ને ફરાર થઈ ગયા હોય તેવી ચર્ચાઓ થતી જોવા મળતી હતી..
આ બનાવની સાચી હકીકત આ હાલ ગુમશુદા મેનેજર વિશાલ પાટીલ નો પત્તો મળે ત્યારે જ ખબર પડે તેવુ મનાતુ હતુ..
જેથી આ ગુમસુદા બેંક મેનેજર ના પુત્ર વિની વિશાલ પાટીલ ને
ધટનાની જાણ થતાં તેઓ સંતરામપુર પોલીસ મથકે આવી ને ધટનાની જાણ કરેલ.
આ મેનેજર વિશાલ પાટીલ તેમના ફેમિલી સાથે દાહોદ રહે છે અને
બાલાસિનોર માં નોકરી કરે છે તેવી જાણ કરેલ હતી..
મહીસાગર જિલ્લા પોલીસ આ ધટના સબંધીત ગોધરા રેજ. આઈ.જી.પી ના માર્ગદર્શન હેઠળ
મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ને જીલ્લા ની વિવિધ પોલીસ ની ટીમો એ
સંતરામપુર પોલીસ તપાસ હાથ ધરેલ અને પુછપરછ હાથ ધરેલ જોવા મળે લ હતી.
મહીસાગર જિલ્લા માં જાહેર માર્ગ પર આવો રોબરીનો બનાવ બનતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
હાલ હાઈવે રોબરી ની ધટના સંદર્ભ માં નવો વળાંક આવેલ ની માહિતી પ્રાપ્ત થઈ રહેલ છે..
બાલાસિનોર આઈસીઆઈસી બેંક મેનેજર ને માથા ના ભાગે ગોળી મારી
રુપિયા એક કરોડ ને વીસ લાખ ની લુંટ કરનારાઓ હત્યા કરી ને
બેંક મેનેજરની લાશ બળીયાદેવ ની ધાટી થી કડાણા જતાં રસ્તામાં રોડની સાઈડમાં ઝાડી ઝાંખરા માં ફેંકી ને હત્યારા ફરાર…
ની વિગતો પ્રકાશ મા આવેલ છે..