ઉપલેટા દિવ્યજ્યોત દિવ્યાંગ મંદબુદ્ધિ શાળા માં રાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોલકી રોડ સ્થિત આવેલ મંદબુદ્ધિ શાળા પર આજે રાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી .
આ સંસ્થા ઉપલેટા શહેરમાં વર્ષો થી કાર્યરત છે. જેથી આજે રાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે આ સંસ્થાના હોદેદારો અને કાર્યકરો દ્વારા
દિવ્યાંગ અને મંદબુદ્ધિ બાળકો સાથે ઉપલેટા શહેરના આગેવાનો નગરપાલિકા પ્રમુખ ,
મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ઉપલેટા શહેરના તમામ પત્રકાર સંઘ દ્વારા દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં શાળાના તમામ દિવ્યાંગ બાળકો સાથે ઉપલેટા પત્રકાર સંઘ, ઉપલેટા મામલતદાર,
અને તમામ આગેવાનોએ કેક કાપી દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી
અને આ શાળાના સંચાલકો દ્વારા હાજર રહેલા
તમામ શહેરના આગેવાનો અને પત્રકારોનું સિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું