કાંકરેજ-૧૫ વિધાનસભા માં કાંગ્રેસ ના ઉમેદવાર અમૃતજી ઠાકોરે સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી…
કાંકરેજ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર કાંકરેજમાં ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન સાથે શિહોરી તાલુકા સેવાસદન કચેરી ખાતે પહોંચી નામાંકન ભર્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે નો આજે છેલ્લો દિવસ છે.
ત્યારે કાંકરેજ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર દ્વારા નામાંકન ભરતાં પહેલાં શિહોરી માં ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું.
આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો બાઇકો તેમજ કાર સાથે જોડાયાં હતાં.
કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર કોંગ્રેસ કાર્યાલય થી રેલી યોજીને તાલુકા સેવાસદન કચેરી ખાતે પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન પત્ર રજૂ કરી નામાંકન ભર્યું હતું.
આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર મોટી લીડથી જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.