૬૯ – ધંધુકા લિધાનસભાના રાણપુરમાં ભારે ઉત્સાહ સાથે મતદાન

૬૯ – ધંધુકા લિધાનસભાના રાણપુરમાં ભારે ઉત્સાહ સાથે મતદાન,
જીલ્લા પોલીસ વડાના કાફલાએ મતદાન મથકની લીધી મુલાકાત…
ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કા નું ભારે ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યુ છે
ત્યારે ૫૯ ધંધુકા વિધાનસભાના રાણપુર શહેરમાં મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે.
જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા,DYSP સહીતના પોલીસ કાફલાએ મતદાન મથક ની મુલાકાત લઈ
પરીસ્થિતીની સમિક્ષા કરી.મતદાન દરમ્યાન કોઈ અનિચ્છીનીય બનાવ નો બને
તે માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે…