ઓટોરિક્ષા અને બાઈક પર આવેલ લુખ્ખાઓ દ્રારા સિકયુરીટી ઓફિસમા તોડફોડ કરાઈ
મોરબી વિધાનસભા કોગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલના કારખાને ધોકા પાઈપથી હુમલો બનાવ સી.સી.ટીવી કેમેરામા કેદ થયો હતો
ઓટોરિક્ષા અને બાઈક પર આવેલ લુખ્ખાઓ દ્રારા સિકયુરીટી ઓફિસમા તોડફોડ કરાઈ
મોરબી વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલના સિરામિક કારખાનામાં અજાણ્યા ઇસમોએ આવી
પથ્થર અને ધોકા પાઈપ વડે આતંક મચાવી હુમલો કરી નુકશાન કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે
મોરબી-માળિયા મિંયાણા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જે પટેલનું ભડિયાદ રોડ પર વિન્ટેજ સિરામિક કારખાનું આવેલ હોય
જ્યાં ઓટો રિક્ષા અને બાઈક પર આવેલા અજાણ્યા લુખ્ખાતત્વોએ પથ્થરમારો કરી
તેમજ ધોકા અને પાઈપથી આતંક મચાવી સિકયુરીટી ઓફીસમા તોડફોડ કરી ભયનો માહોલ ફેલાવ્યો હતો
તમામ બનાવ સી સી ટીવી કેમેરામા કેદ થયો હતો આ હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આતંક મચાવી નાસી ગયા હતા
ભય ફેલાવવાના ઈરાદે હુમલો કરાયો હોય તેવું લાગી રહ્યું છે
સમગ્ર માહિતી ઉમેદવારના પુત્રએ મીડિયાને આપી હતી