કાંકરેજ તાલુકા ૧૫ વિધાનસભા બેઠક ના સમૌ મોટા ખાતે ભારતીય જનતા પાર્ટી નું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું…

કાંકરેજ ૧૫ વિધાનસભા બેઠક પર ડિસા તાલુકાના ૧૯ જેટલાં ગામડાં નો સમાવેશ કરવામાં આવ્યો છે
ત્યારે ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી તેજસ્વી સુર્યાજી તથા લોકસાહિત્યકાર રાજભા ગઢવી. જી. કે. ટી. એસ. બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી ડી.ડી. જાલેરા અને
કાંકરેજ વિધાનસભા બેઠક ના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલા અને જીલ્લા તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને
આગેવાનો સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા….
જેમાં સૌથી અગત્યની વાત કરીએ તો કાંકરેજ વિધાનસભા બેઠક ના તમામ સમાજના લોકો માટે કાળજી રાખીને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી છે
જેમાં પાણી. રોડ રસ્તા. શિક્ષણ. આરોગ્ય અને જી આઈ ડી સી જેવી સુવિધાઓ પૂરી પાડી ને ભારતીય જનતા પાર્ટી એ વિકાસ ની હરણફાળ ભરી ને પ્રગતિ કરી છે
ત્યારે હવે આવતી ૫/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર મતદાન મથકો પર સો ટકા મતદાન થાય
અને ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર જંગી બહુમતીથી વિજયી બની ને
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ના અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત બને તે માટે મતદારો ને કહ્યું હતું…..