મોંઘવારીના કારણે લોકો પરેશાન પણ ભાજપના નેતાઓ કેમ કાંઈ બોલતા નથી
રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકા જૂના ખડકે રવિવારે અમદાવાદના બાપુનગર ખાતે ઓચિંતી જાહેર સભાની સંબોધી હતી
ખડગે એ કહ્યું હતું કે ગુજરાતમાં 49 ટકા જેટલા યુવાનો આજે બેરોજગારીના ખપરમાં હોમાયેલા છે
શું આ છે ગુજરાત મોડલ આજે મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની કમર તુટી ગઈ છે
આ મુદ્દે ભાજપના નેતાઓ કેમ કાંઈ બોલતા નથી સરકારે મોંઘવારી દૂર કરવા માટે જલ્દી પગલા ભરવા જોઈએ કોંગ્રેસ પક્ષના નેતાઓએ દેશ માટે બલિદાન આપ્યા છે
આ યાદીમાં ભાજપના લોકો નહીં મળે ગુજરાતમાં કોંગ્રેસને એક ચાન્સ આપવા માટે તેમણે લોકોને અપીલ કરી હતી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખગડે એ સભાને સંબોધતા કહ્યું હતું
કે સરદાર વલ્લભભાઈ પટેલે આર એસ એસ પર પાબંદી લગાવી હતી.
આજે કેટલાક લોકો સરદાર વિશે વાતો કરે છે પણ પ્રચારક હતા
ત્યારે શું તેઓ સરદાર સાહેબનો ફોટો લગાડતા હતા.
હવે વોટ માંગે ફોટો લગાવતા થયા છે નહેરુ અને સરદાર એક હતા
આજે દેશમાં 30 લાખ અને ગુજરાતમાં પાંચ લાખ જેટલી નોકરીઓ ખાલી છે
જેમાં શિક્ષકો કો ઓપરેટિવ સેક્ટર વગેરે જેવા ક્ષેત્રો સામેલ છે
ચૂંટણી આવે ત્યારે ફરી નોકરીના વાયદા કરાય છે આ ગુજરાતના લોકો સાથે ધોકો છે
ખડગે એ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે આ લોકો એફ આઈ આર કરે છે
જાતિ જાતિ વચ્ચે લડાવે છે ધર્મ ધર્મ વચ્ચે ઝઘડા કરાવે છે
સમાજને બરબાદ કરવા માટે આગળ વધી રહ્યા છે
એટલે જ રાહુલ ગાંધીએ નફરત છોડો ભારત જોડો ની યાત્રા દેશભરમાં લઈને નીકળ્યા છે
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ