મહીસાગર જિલ્લાના ઝાલાસાગ ગામે પંચવટી વિકાસ કેન્દ્રનું મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતમાં લોકાર્પણ
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઝાલાસાગ ગામે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સૌથી વધુ નુકસાન શિક્ષણ વિભાગને થયું છે.
ઝાલાસાગ ગામમાં ધોરણ 10માં 56 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
અને તેમને બેસવા માટે કોઈ જગ્યા ના હોવાથી તે માટે વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થાને રૂપે પંચવટી વિકાસ કેન્દ્રમાં બેસાડવામાં આવે
જેથી તેઓ સરળતાથી તેઓનો અભ્યાસ કરી શકે અને આવનારા સમયમાં બાળકો માટે ગામમાં સ્કૂલની બિલ્ડીંગ બનાવવામાં આવશે
અને વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે તેવી શુભકામનાઓ આપી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન ઝાલાસાગ ગામના સરપંચ રણછોડભાઈએ કરી અને આભાર વિધિ નાયબ વન સરક્ષક ગોધરા એ કરી હતી.
આ પ્રસંગે નાયબ વન સરક્ષક નેવીલભાઈ ચૌધરી,પ્રાંત અધિકારી સંતરામપુર કૌશિક જાદવ,
નાયબ વન સરક્ષક ગોધરા,જિલ્લા શિક્ષણ અધિકારી પી.એન.મોદી,
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી આરાતભાઈ બારીયા,સરપંચ રણછોડભાઈ,સહિત ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.