મોરબી કાલીકાપ્લોટમા કોગ્રેસની જાહેરસભામા મતદાતાઓનુ જયંતીભાઈ પટેલને ખુલ્લુ સમર્થન
જાહેરસભામા મેદની ઉમટી હિન્દુ મુસ્લીમ મતદારોમા તાળીઓથી કાલીકા પ્લોટ ગુંજી ઉઠયુ
મોરબી ૬૫ વિધાનસભાની ચુંટણી પ્રચાર ચાલી રહયો છે
ત્યારે મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમા કોગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઈ પટેલે જાહેરસભા ગજવી હતી
અને અગામી ચુટણીમા હરીફ ઉમેદવારને વળતો જવાબ આપશુ તેવુ જણાવીને કોગ્રેસના ઉમેદવારને ખુલ્લુ સમર્થન આપ્યુ હતુ
આ જાહેર સભામા બહોળી સંખ્યામા લોકો ઉમટી પડયા હતા
ત્યારે કોગ્રેસ ઉમેદવારે ભાજપ પર આકરા પ્રહારો કરતા કાલીકા પ્લોટ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠયુ હતુ
આ જાહેરસભામા વિસ્તારના અગ્રણીઓ અને કોગ્રેસ કાર્યકરોએ જણાવ્યુ હતુ કે, ભાજપના ૨૭ વર્ષના શાસનમા મોંધવારી વધી છે
કોરોના કાળમા સરકારની સુવિધાના અભાવે અનેક પરીવારોએ સ્વજનો ગુમાવ્યા છે
તેમજ ઝુલતા પુલની ગોઝારી ધટનામા પણ અનેક પરીવારો ન્યાયની આશા રાખી બેઠા છે
છતા સરકારી તંત્રને બીલકુલ રસ જ ના હોય તેવી રીતે ન્યાયિક તપાસમા ધ્યાન અપાતુ નથી
ગેસ પેટ્રોલનાભાવ આસમાને પહોચ્યા છે અને મોરબીમા રોડ રસ્તા આરોગ્ય શિક્ષણ સહિતની સુવિધાનો અભાવ મોરબીની પ્રજા ૨૭ વર્ષથી સહન કરી રહયા છે
ત્યારે પ્રજા પરિવર્તન માંગી રહી હોય તેવો મતદાતાઓમા લોક મિજાજ જોવા મળ્યો હતો