પીપલોદમાં શાળામાં જઇને છાત્રોને 4 યુવકોએ માર માર્યાે
પીપલોદ ગામની એક શાળામાં ક્લાસ મોનીટરે સહપાઠીને મસ્તી નહીં કરવા જણાવ્યુ હતું.
જેની અદાવતે સહપાઠીએ અન્ય લોકોને બોલાવી લાવતાં ઠપકો આપનાર સહિત બેને માર માર મારવામાં આવ્યો હતો.
સાલિયાના વિજયકુમાર પટેલે પોલીસને જણાવ્યુ હતું કે, તેમનો દિકરો સિદ્ધરાજ પીપલોદ ગામની ક.મ.લ હાઇસ્કુલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે.
તે ક્લાસ મોનીટર હોઇ ક્લાસમાં હાર્દિક ભરવાડ નામનો છોકરો મસ્તી કરતો હોવાથી તેને મસ્તી કરવાની ના પાડતાં તે બેસી ગયો હતો.
બીજા દિવસે પંચેલાના હરેશ ભરવાડ, ઘનશ્યામ ભરવાડ, ચીમન ભરવાડ અને અલ્કેશ ભરવાડે બપોરે 12.30 વાગે શાળામાં આવી સિદ્ધરાજ તથા પ્રિતેશ નામક છોકરાને બોલાવીને ગાળા ગાળી કરી હતી.
આ સાથે અમારા ભરવાડોનું નામ લીધુ છે તો પતાવી દઇશું તેમ કહી થપ્પડો મારી ઝપાઝપી કરી હતી.
આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે વિજયકુમારની ફરિયાદના આધારે પીપલોદ પોલીસે ચારેય સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે