ગાંધીનગરના ઝુંડાલમાં આધેડના અપહરણ કેસમાં પરિવારજનોનો હોબાળો
ઝુંડાલ ગામમા દેવીપૂજક સમાજના બે સગા વચ્ચે બબાલ થઇ હતી.
જેમા ગામમા રહેતા આધેડને અડધી રાત્રે આવીને અપહરણ કરી લઇ ગયા હતા.
એક સપ્તાહ પહેલા અપહરણના કેસમાં પોલીસે બે દિવસ પહેલા ફરિયાદ નોંધી હતી.
ત્યારબાદ ઢીલી તપાસ કરવામાં આવતા પરિવારની મહિલાઓએ પોલીસ મથકમા હોબાળો મચાવ્યો હતો.
જેમા એક મહિલા પોલીસ મથકમાં જ ઢળી પડી હતી.
આ બનાવના 48 કલાકમાં પોલીસ આધેડને શોધી લાવી હતી.
જોકે, આરોપીઓ હજુ સુધી પોલીસના હાથમાં આવ્યા નથી.
ગાંધીનગરના ઝુંડાલ ગામમાં રહેતા અમરતભાઇ દેવીપૂજકનુ અપહરણ થયુ હતુ.
એક સપ્તાહ પહેલા મોડી રાત્રે આવીને કારમા આધેડને ઉઠાવી ગયા હતા.
જેની ફરિયાદ અડાલજ પોલસે ગત 5મીના રોજ નોંધી હતી.
પોતાનો પતિ એક સપ્તાહથી ઘરે નહિ હોવાથી પરિવાર બેબાકળો બની ગયો છે.
જેથી ગઇકાલ શુક્રવારે મહિલાઓ અડાલજ પોલીસ મથક પહોંચી હતી
અને પોલીસ તેમના પતિને શોધતી નથી, કહીને હોબાળો મચાવ્યો હતો.
જેમા મહિલા પોલીસ મથકમાં જ ઢળી પડી હતી. જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે લઇ જવામા આવી હતી.
જોકે, મહિલાઓના હોબાળા પછી પોલીસ કામ લાગે હતી,
સ્થાનિક અને એલસીબીની ટીમને શોધવાની કામગીરી સોપી હતી.
જેને લઇને મોડી રાત્રે આધેડને બચાવી લાવ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક પોલીસ અધિકારી અને જમાદાર આધેડને સરખેજ તરફથી બચાવી લાવ્યા હતા.