કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભારતીય જનતા પાર્ટીનું જન સંમેલન યોજાયું….
કાંકરેજ ૧૫ વિધાનસભા મતવિસ્તાર તાલુકા મથક શિહોરી માં કિર્તીસિંહ વાઘેલા દ્વારા જન સંમેલન યોજાયું હતું
મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
તમામ સમાજ ના લોકો એ કીર્તિસિંહ વાઘેલાનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું……
ત્યારે શિહોરી ગામના તમામ સમાજના આગેવનો યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
અને કીર્તિસિંહ વાઘેલા ને ૫૦૦ની નોટો અગિયાર હજાર નો હાર હઠુંભા ડાભી દ્વારા પેરવાયો હતો
તમામ સમાજના આગેવનોએ સાલ ફૂલ હારથી સ્વાગત કર્યું હતું
અને શિહોરી સમર્થન ભારતીય જનતા પાર્ટી ને મળી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું હતું
ત્યારે કીર્તિસિંહ વાઘેલાએ વક્તવ્યમાં જણાવ્યું હતું અગિયાર હજાર નો હાર શિહોરી આંગણવાડી બાળકોને અર્પિત કર્યો હતો
અને ગામના લોકોનો આભાર માન્યો હતો વધુમાં જણાવ્યું હતું જન આશીર્વાદ લેવા આવ્યો
સુ શિહોરી માં વિકાસના કામો આપ્યા છે હજુ ભારતીય જનતા પાર્ટી ને મત આપી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત બનાવવા માટે
ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો ગામના વિકાસના કામો બાકી છે
તે આગામી પુરા કરવામાં આવશે ત્યારે આ પ્રસંગે મુડેઠા ગામના વતની રાઠોડ માવજી ભુમાજી કાંકરેજ ૧૫ વિધાનસભાના જનસેવા ડ્રાઇવર પાર્ટીના ઉમેદવાર દ્વારા ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો
ત્યારે કીર્તિસિંહ વાઘેલા દ્વારા ભાજપ નો ખેસ પેરાવી અને આવકાર્ય હતા
તેમને અને કાર્યોકર્તા ઓને અભિનંદન આપ્યા હતા
ત્યારે કાર્યક્રમ પૂર્ણ કરી કીર્તિસિંહ વાઘેલા સાથે ગ્રામજનો દ્વારા શિહોરી બસ્ટેન થી મેન બજાર અને ગૌમાતાના ટેચ્યું સુધી પગપાળા રેલી યોજાઈ હતી..