તલોદના કરમીપુરા વાસણીયા હનુમાનના સાનિધ્યમાં રામકથા ધામધૂમ પૂર્વક યોજાઈ

સૌ વ્યસન મુક્ત બને એ જ સાચી ભક્તિ ડોક્ટર જયેશ મહેતા
દીકરીને કરિયાવરમાં ભેટ સોગાદ નહીં પરંતુ ઉત્તમ સંસ્કાર આપો
તલોદ તાલુકાના કરમીપુરા ખાતે આવેલ પૌરાણિક વાસણીયા હનુમાનદાદા ના સાનિધ્યમાં મંદિરના મહંત સીતારામ બાપુ દ્વારા આયોજિત રામકથાની ઉમંગ ઉલ્લાસ અને ધામધૂમ પૂર્વક સંપન્ન થઈ છે.
કરમીપુરા વાસણીયા હનુમાન દાદાના મંદિર પટાંગણમાં મંદિરના મહંત સીતારામ બાપુ દ્વારા નવ દિવસ રામકથાનું આયોજન કરવામાં
આ પ્રસંગે પોથયાત્રા ખેરોલ ના રામ ભક્ત હાર્દિક કે પટેલના ઘરેથી વાજતે ગાજતે નીકળી કથા મંડળ સુધી પહોંચી હતી.
રામકથામાં આવતા ભગવાન રામના તમામ ચરિત્રોની વેશભૂષા સાથે આબેહૂબ રજૂ કરી કથાનું સુંદર રસપાન કરાવતા
પૂજ્ય ડોક્ટર જલ્પેશ મહેતા ભાગવત કથાકાર ઝુંડાલ આ તબક્કે વ્યાસપીઠ ઉપરથી જણાવ્યું હતું
કે ભગવાન પ્રત્યેની સાચી નિષ્ઠા અને ભક્તિ તો આ કલિકાંડમાં યુવાન વડીલો વૃદ્ધો સૌ કોઈ વ્યસન મુક્ત બને એ જ સાચી ભક્તિ છે
રામકથાનું રસપાન કરતા તમામ શ્રોતાઘનોને વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામે મનુષ્ય અવતારમાં મર્યાદા પુરુષોત્તમ રામ મર્યાદામાં રહી જીવન જીવવાની સાચી રીત સૌને શીખવાડી દીધી છે
આ તબક્કે જણાવ્યું હતું કે દીકરીને કરિયાવરમાં ભેટ સોગાદ ઓછી આપશો તો ચાલશે
પણ સારા અને ઉત્તમ સંસ્કારનું સિંચન જરૂર કરશો રામકથા દરમિયાન રાત્રી પ્રોગ્રામમાં રામદેવપીર આખ્યાન,લોક ડાયરો,
સંતવાણી,રાસ ગરબા જેવા વગેરે ધાર્મિક કાર્યક્રમોની પણ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રામકથાના પ્રારંભથી લઈને પૂર્ણાહુતિ દરમિયાન પધારેલ સંત મહંતો નું સીતારામ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ ભગીરથ કાર્યમાં નામી અનામી સાથ આપનાર સૌ દાતા પરિવાર સ્વયંસેવક ભાઈઓ દેવગીરી બાપુ (સીતારામ) સૌને જય શ્રી રામ સાથે આભાર વ્યક્ત કર્યો હતો
આ પ્રસંગે મંદિર પટાંગણ વિષ્ણુ યાગ હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતા
ઉપસ્થિત હજારો ભાવિ ભક્તોએ દર્શન અને મહાપ્રસાદીનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી