પંચાયતની મહિલા સભ્યે પ્રેમલગ્ન કરતા માતા પિતા TDOની ઓફિસમાંથી ઊંચકીને લઇ ગયા
દાહોદના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ-2 બેઠકથી તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય તરીકે ચુંટાયેલી દીકરીએ કરેલા પ્રેમ લગ્ન માવતને મંજૂર ન હતાં.
શુક્રવારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગરબાડા આવેલી દીકરી હાથ લાગી જતાં માતા-પિતા તાલુકા પંચાયતના પરિસરમાંથી જ તેને ખભે ઊંચકીને લઇ જતાં ખળભળાટ મચી ગયો.
ઘટના પગલે પોલીસ પણ તાલુકા પંચાયત દોડી આવી હતી.
પિતા ખભે ઊંચકીને લઇ જતાં હોબાળો
પંચાયતની સભ્ય વનીતાબેન 8 મહિના પહેલાં નીમચ ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ઘરેથી જતી રહી હતી.
દીકરી પુખ્તવયની હોવાથી તેઓ કંઇ કરી શકે તેમ ન હતું. શુક્રવારે તાલુકા પંચાયતની સામાન્ય સભા હોવાથી તે તેમાં આવી હતી.
માતા-પિતા પંચાયત પરિસરમાં આવીને સંતાઇને બેસી ગયા હતાં.
વનીતા આવી કે માતા તેને બહાર ખેંચી લાવી હતી.
પિતા ખભે ઊંચકીને લઇ જતાં હોબાળો મચી ગયો હતો.
વનીતાના પતિનાં ચોથા લગ્ન છે
વનીતાએ જે યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે
તે અગાઉ ત્રણ લગ્ન કરી ચૂક્યો છે અને તેની ત્રણે પત્નીઓ સાથે છૂટાછેડા પણ થઇ ગયેલા છે.
વનીતાએ ચોથી પત્ની તરીકે યુવક સાથે પ્રેમલગ્ન કરવા ઘરેથી જતી રહી હતી.
યુવક પાસે તેની પ્રથમ પત્નીનું એક બાળક હોવાનું જાણવા મળ્યું છે.