મોરબી બાર એશોસિયનના ધારા શાસ્ત્રીઓ દ્રારા ઝુલતાપુલ દુર્ધટનામા મૃત્યુ પામેલા લોકો માટે મોનરેલી યોજાઈ હતી
મોરબી માળીયા મિંયાણા ટંકારા વાકાનેરના તમામ વકીલશ્રીઓ ભવ્ય મોનરેલીમા જોડાયા હતા
મોરબીમા રવીવાર લાભપાંચમના દિવસે બનેલી ઝુલતાપુલની ગોઝારી ધટનામા નાના બાળકો સહિત ૧૪૧ થી વધુ લોકોની જીંદગી મચ્છુના પાણીમા હોમાઈ હતી
ત્યારે મોરબી બાર એશોસિયનના સીનીયર જુનીયર વકીલશ્રીઓ તેમજ માળીયા મિંયાણા ટંકારા વાકાનેરના બાર એશોસિયનના ધારાશાસ્ત્રીઓએ આ દુખદ ધટના અંગે
બે દિવસ સુધી કોર્ટની કામગીરીથી અલિપ્ત રહેવા ઠરાવ કર્યો હતો અને તેમજ ઝુલતાપુલની દુર્ધટનામા આરોપીઓની રિમાન્ડ અરજી જામીન અરજી તથા
કેશ ચલાવવા રાજકોટ મોરબી વકીલોએ બહિષ્કાર કર્યો હતો અને જો કોઈ વકીલ આ આરોપીઓનો કેશ લડશે
તો તેના પર કડક કાર્યવાહી કરવામા આવશે તેવુ જણાવ્યુ હતુ
મોરબી ન્યાય મંદિર કોર્ટ કંમ્પાઉન્ડથી ઝુલતાપુલ ટીકીટ બારી સુધી બસોથી વધારે વકીલોએ મોનરેલી કાઢી મૃતકોના આત્માને પ્રભુ શાંતી આપે તેવી પ્રાર્થના કરી હતી
આ મોનરેલીમા મોરબી જીલ્લાના તમામ બારના એડવોકેટશ્રીઓએ બહોળી સંખ્યામા હાજરી આપી હતી