વેપારી જીએસટી ન ચૂકવે તો તેના લેણામાંથી વસૂલાત માટે નોટિસ

સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે જે કરદાતાની એસેસમેન્ટ તપાસમાં ટેક્સની આકારણી પછી પણ ટેક્સ ભર્યો ન હોય
તો કરદાતાએ જેની પાસેથી નાણા લેવાના બાકી છે
તેમને નોટિસ મોકલી બાકી લેણાં ડિપાર્ટમેન્ટમાં જમા કરવા કહેવાય છે.
જીએસટી વિભાગે તાજેતરમાં બાકી ટેક્સની વસૂલાત માટે વેપારીઓના એકાઉન્ટ પરથી વિગતો કાઢી જેમણે કરદાતાને પેમેન્ટ કરવાનું છે
તેમને શોધી પૈસા જીએસટીમાં જમા કરાવવા તાકીદ કરી છે.
આમ હજુ ડિપાર્ટમેન્ટમાં તપાસ ચાલુ હોય કરદાતાને ડિમાન્ડની કોઇ નોટિસ ના આપી હોય
તેમ છતાં પણ ચોક્કસ અધિકારીની ગણતરી મુજબ બાકી નીકળતી રકમ માટે વેપારીના દેવાદારો પાસેથી લેણી રકમના ટેકસ અને પેનલ્ટી જેટલા પૈસા માગવામાં આવે છે.
જેના કારણે વેપારીના બીજા વેપારી સાથેના સંબંધો પર અસર પડે છે.
વધારામાં એક તરફ તપાસ હેઠળ રહેલા વેપારીને કોઇ પ્રકારની નોટિસ ના આપી તેમના દેવાદારો પાસથી ડાયરેક્ટ ઉઘરાણી કરવાથી વેપારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
સામાન્ય રીતે કોઇ પણ તપાસ અધિકારીએ વેપારીને ડિમાન્ડ નોટિસ આપવી જોઇએ
જેની સામે વેપારીને અપીલ કરવાનો અધિકાર છે.
જ્યાં સુધી અપીલ કરવાનો અધિકારી ચાલુ હોય ત્યાં સુધી કોઇ પ્રકારની રિકવરી ન કરી શકાય.
તેમ છતાં અધિકારીઓ પોતાની મનમાની કરીને ખોટી રીતે વસૂલાત કરી રહ્યા છે.