મહિસાગર : ભુપેન્દ્રભાઈ પટેલ સંતરામપુર ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા..
મહિસાગર જીલ્લામા વિધાનસભા ચૂંટણીને લઈ CM ભુપેન્દ્રભાઈ પટેલ સંતરામપુર ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા,
સંતરામપુર પ્રતાપપુરા મહાકાલી મંદિર ખાતેના મેદાને તેઓએ સભા સંબોધી હતી
આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે
ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહિસાગર જિલ્લામાં પ્રચાર અર્થે આવ્યા હતા
જેમાં મહિસાગર જિલ્લાની ૧૨૩ સંતરામપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર કુબેરભાઈ ડીંડોરના પ્રચાર અર્થે આજે CM એ સંતરામપુર ખાતે સભા યોજી હતી
સંતરામપુર ખાતે ની ચુંટણી સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, તમે વિચારો એ પહેલાં તમારાં પ્રશ્ર્નો અમે સ્ટેજ પર આવ્યા તે પહેલાં અમો પાસે આવી ગયાં છે.
અત્યારે તમને ખબર છે કે શું ચાલે છે. કોઈ પ્રશ્ન હાલ વિકાસનો નથી.
બધો જ વિકાસ થયો છે. તેમ જણાવીને મુખ્યમંત્રી એ “કડાણા નું પહેલા કાંઈ કરો.
“.તેમ જણાવી હાલ કડાણા તાલુકા માં અને સંતરામપુર તાલુકાના પશ્ચિમ ભાગ ના આદિવાસી સમાજ દ્વારા જાતિનાં દાખલાઓ મુદ્દે ધરણાં અને આંદોલન ચાલે છે
તે મુદ્દા તરફે ગર્ભિત ઈશારો કરેલ જોવા મળતો હતો.
ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશમાં અને ગુજરાતમાં જે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે તેની સમજુતી આપી હતી
ત્યારે વધુમાં જણાવ્યું હતું કે પંચમહાલ અને રાજપીપળામાં આદિવાસી વિસ્તારમાં બે યુનિવર્સિટીની સ્થાપના કરી
તેમજ સરકારની વિવિધ યોજનાઓ જે પહેલા લોકો સુધી નથી પહોંચતી તે હવે ભાજપના શાસનમાં લોકોના ઘર ઘર સુધી પહોંચી રહી હોવાનું જણાવ્યું હતું
સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરને જંગી બહુમતીથી જીતાડવા માટે CM ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું હતું….