ગાંધીનગરમાં ફટાકડાનો ધંધો કરવા માટે વેપારીઓએ માસ્ક પહેરવું ફરજીયાત, હંગામી પરવાનો મેળવવાનાં અરજી ફોર્મ 1લી ઓક્ટોબરથી મળશે

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં ફટાકડાનો ધંધો કરવા માટે વેપારીઓએ માસ્ક પહેરવું ફરજીયાત, હંગામી પરવાનો મેળવવાનાં અરજી ફોર્મ 1લી ઓક્ટોબરથી મળશે

ગાંધીનગરમાં ફટાકડાનો ધંધો કરવા માટે વેપારીઓએ માસ્ક પહેરવું ફરજીયાત, હંગામી પરવાનો મેળવવાનાં અરજી ફોર્મ 1લી ઓક્ટોબરથી મળશે

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં ફટાકડાનો ધંધો કરવા માટે વેપારીઓએ માસ્ક પહેરવું ફરજીયાત, હંગામી પરવાનો મેળવવાનાં અરજી ફોર્મ 1લી ઓક્ટોબરથી મળશે
પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં ફટાકડાનો ધંધો કરવા માટે વેપારીઓએ માસ્ક પહેરવું ફરજીયાત, હંગામી પરવાનો મેળવવાનાં અરજી ફોર્મ 1લી ઓક્ટોબરથી મળશે

 

ગાંધીનગર શહેર વિસ્તારમાં હંગામી ફટાકડા લાયસન્સ મેળવા માટે અરજી ફોર્મ નંબર- 4 તા. 1થી 10મી ઓકટોબર દરમ્યાન કચેરી કામકાજના ચાલુ દિવસો દરમ્યાન અને તા. 11 મી ઓકટોબરના બપોરના 2 કલાક સુધી જન સેવા કેન્દ્ર, કલેકટર કચેરી, ગાંધીનગર ખાતેથી મળશે. તા. 11 મી ઓકટોબરનાં રોજ બપોરના ૨.૦૦ કલાક સુધીમાં ભરેલા ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી જનસેવા કેન્દ્ર, ગાંધીનગર ખાતે કરવામાં આવશે, તેવું નિવાસી અધિક કલેકટર આર.ડી. સિંહે જણાવ્યું છે.

જનસેવા કેન્દ્રમાંથી મંજૂરી લઈ બેંકમાં ચલણથી ફી ભરવાની રહેશે

નિવાસી અધિક કલેકટરે વધુમાં જણાવ્યું છે કે, હંગામી પરવાનાની અરજી ઉપર રૂ. 3/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની રહેશે.

ધ એક્ષપ્લોજીવ રૂલ્સ 2008ના નિયમો મુજબ સ્કુટીની ફી 300 અને તેમજ પ્રોસેસ ફી 500 આમ કુલ ફી રૂ. 800 સદર હેડ ’0070’, ઓ.એ.એસ.સી સદરે જનસેવા કેન્દ્રમાંથી મંજૂર કરાવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા બેંક ઓફ બરોડામાં ચલણથી જમા કરાવવાની રહેશે .

જેની એક નકલ અરજી ફોર્મ સાથે બિડાણ કરવાની રેહશે.

ખુલ્લા પ્લોટ માટે ભાડાની રકમ ગાંધીનગર શહેર માટે કાર્યપાલક ઇજનેર પાટનગર યોજના વિભાગ-1, ગાંધીનગર અથવા અધિક્ષક ઇજનેર, પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર અથવા મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરી પૈકી જે કચેરીમાં ભાડુ વસુલ લેવામાં આવતું હોય

તે કચેરીમાં જમા કરાવી ભાડાની પહોંચ અરજી પત્રક સાથે બીડવાની રહેશે.

પ્લોટનું ભરેલું ભાડું રીફંડ મળશે નહી

ગાંધીનગર શહેરમાં સરકારી ખુલ્લા પ્લોટ સરકારના માર્ગ અને મકાન વિભાગ અથવા અધિકક્ષ ઇજનેર, ગાંધીનગર તરફથી નિયત કરવામાં આવે તે સેકટર માટે જ હંગામી લાયસન્સ આપવાના છે.

જેથી આ અંગેની વિગતો જાણી જે તે સેકટર પુરતી જ પ્લોટ મેળવવા માટે પસંદગી પ્રમાણે અરજી કરવાની રહેશે.

પ્લોટની ફાળવણી ડ્રો ગાંધીનગર શહેર માટે કાર્યપાલક ઇજનેર, પાટનગર યોજના વિભાગ-1, ગાંધીનગર અથવા અધિક્ષક ઇજનેર, પાટનગર યોજના વર્તુળ,

ગાંધીનગર અથવા મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી અથવા ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ અથવા કલેકટર કચેરી,

ગાંધીનગર દ્વારા કરવામાં આવશે. જે પ્લોટ ફળવાશે તેમાં જ ધંધો કરવાનો રેહશે. જેથી પ્લોટનું ભરેલું ભાડું રીફંડ મળશે નહી.

પોલીસ સ્ટેશનમાંથી એનઓસી લેવાની રહેશે


​​​​​​​
પ્લોટ ઉપર સ્ટોલની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા પરવાનેદારે જાતે કરવાની રહેશે.

લાયસન્સની શરતો પ્રમાણે આગ/અકસ્માત માટેની સાવચેતીના પગલાં લાયસન્સદારે લેવાના રેહશે.

છતાં કોઇ દુર્ધટના બનશે તો તેની જવાબદારી લાયસન્સ ધારકની જ રહેશે.

જરૂર જણાયે લાયસન્સ માટે અરજી કરનારે વિમો લેવાનો રેહશે. લાયસન્સ મેળવનાર વ્યક્તિએ ધંધો જાતે જ કરવાનો રહેશે.

અન્ય વ્યક્તિને ધંધો કરાવા અધિકૃત કરી શકશે નહી કે અન્યને વાપરવા આપી શકશે નહી.

અરજદારો કોઇ ગુન્હામાં સંડોવાયેલ નથી તેવું પ્રમાણપત્ર તેના રહેણાંકના નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવી અરજીપત્રક સાથે રજૂ કરવાનું રહેશે.

સંબંધિત ફાગર ઓફિસરનો અભિપ્રાય પણ અરજી પત્રક સાથે રજૂ કરવાનો રહેશે.

માસ્ક, સેનેટાઇઝર તેમજ સોશ્યિલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે

અરજી ફોર્મ સંપૂર્ણ વિગતો ભરીને આધાર, પુરાવા સહ ઉપરોક્ત સમયમાં રજૂ કરવાનું રહેશે.

ત્યારબાદ મળેલ અરજી ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહિ તેમજ કોઇપણ સંજોગોમાં અધુરી વિગતોવાળી અરજી વિચારણામાં લેવામાં આવશે નહિ,

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાતું હોઇ, દરેક હંગામી ફટાકડા લાયસન્સ ઘારકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે.

સેનેટાઇઝરના જરૂરી ઉપયોગ કરવા અને સોશ્યિલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. તેવું પણ નિવાસી અધિક કલેટકરે જણાવ્યું છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp