સંતરામપુર ભૂગર્ભ ગટર યોજનામાં માલ સામાન હલકી કક્ષાનો વપરાતા ભૂગર્ભ ગટર યોજના ની હાલત દયનીય
ભૂગર્ભ ગટર યોજના પાછળ ખર્ચેલ લાખો રૂપિયાનો વેદ ફાટ
સંતરામપુર નગરજનો ની ભૂગર્ભ ગટર યોજના નો લાભ મળે તે હેતુથી સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજના લાખો રૂપિયાના ખર્ચ મંજૂર વર્ષે 2016 17 માં કરાતા કોન્ટ્રાક્ટર દ્વારા
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં તમામ વોર્ડમાં આ યોજના હેઠળની પાઇપલાઇન નાખવાની ને કુડીયો બનાવવાની કામગીરી શરૂ કરેલ હતી
જે આ કામગીરી વ્યવસ્થિત નહીં કરતા અને આડેધડ કરાઈ હતી કુડીયો બનાવવાની કામગીરીમાં કાચી ઇંટો વપરાય હોય
આજે આ કુડિયો ની સ્થિતિ ઘણી જ દયનીય જોવા મળે છે પુરાણ થઈ ગયું છે
અને આ યોજના આજે પણ કાર્યરત નહીં હોય ભૂગર્ભ ગટર યોજના પાછળ ખર્ચેલ લાખો રૂપિયા નકામા વેડફાઈ ગયેલ છે
ભૂગર્ભ ગટર યોજનામાં વપરાયેલ માલ સામાન હલકી કક્ષાનો વપરાતા આ યોજના આજે પણ કાર્યરત નહીં હોય
ભૂગર્ભ ગટર યોજના ની હાલત દયનીય જોવા મળે છે ને કરેલ ખર્ચ હાલ તો માથે પડેલ જોવાય છે
સંતરામપુર નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજના ની પ્લાન એસ્ટીમેન્ટ મુજબ પૈકીની હજુ કેટલીક મુખ્ય કામગીરીઓ બાકી જોવા મળે છે
જે નહીં થતાં આ યોજના હેઠળ કરેલ કુડીઓ ને પાઇપલાઇન નાખવાની કામગીરી પણ ભેકાર પાસે છે
અને જર્જર રીતની દૈન્ય હાલતમાં જોવા મળે છે ને આ યોજના નો લાભ નહીં મળતા નગરજનોમાં અસંતોષની લાગણી છે
આ ભૂગર્ભ ગટર યોજના ની થયેલ કામગીરીની નિષ્પક્ષ તટસ્થ તપાસ કવોલોટીકંટ્રોલ વિભાગ દ્વારા કરવામાં આવે
તે જરૂરી હોય તે કાર્યવાહી કરાવવા અને કોન્ટ્રાક્ટરને પેમેન્ટ નહીં કરવાની અને નગરપાલિકા દ્વારા આ યોજનાની કામગીરી હજુ સંપૂર્ણપણે પૂરી થઈ ન હોય
ને કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલ કામગીરી વ્યવસ્થિત ન કરાયેલ હોય નગરપાલિકા સંતરામપુર દ્વારા કંપલીશન સર્ટિફિકેટ નહીં આપવાની પણ માંગ ઉઠી છે
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આઈસીસી સિમેન્ટ ના રસ્તામાં ગટર કામમાં તલાવડીના બ્યુટીફિકેશનની ગરીબો માટેના આવાસો કોરોના સમયગાળા દરમિયાનની ખરીદીમાં સબમર્સીબલ પંપ મોટર ખરીદી રીપેરીંગ કામગીરીમાં વાહનોના ડીઝલ વપરાશમાં ને તેની ખરીદીમાં ભરતીમાં વિગેરેની નગરપાલિકા દ્વારા થયેલ
તમામ કામોની સરકારને શહેરી વિકાસ વિભાગ દ્વારા વિજિલન્સ દ્વારા નિષ્પક્ષ તટસ્થ તપાસ કરાય તો ગંભીર ચોકાવનારી હકીકતોને ઘેર રીતેઓ બહાર આવે તેમ છે
વિકાસની મળતી ગ્રાન્ટ નો ઉપયોગ નગર ને નગરજનો માટે જ થાય તે જરૂરી છે