પ્રજાપતિ સમાજ ભાજપ વિરુદ્ધમાં મતદાન કરશે
એક પણ બેઠક પર ટિકિટ ન મળતા આક્રોશ
55 લાખની વસ્તી ધરાવતા અને 42 બેઠકો પર પ્રભુત્વ ધરાવતા પ્રજાપતિ સમાજના એક પણ ઉમેદવારને ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહીં આપતા સમાજે ભાજપ સામે મોરચો ખોલે છે
અને ચૂંટણીમાં ભાજપને મત નહીં આપવાનું એલાન કર્યું છે
પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા અગાઉ ભાજપના પ્રદેશ નેતાઓને મળીને સમાજના ઉમેદવારોને 10 બેઠક ફાળવવા રજૂઆત કરી હતી
પરંતુ ટિકિટ ફાળવણી દરમિયાન પ્રજાપતિ સમાજના એક પણ ઉમેદવારને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી નથી ગાંધીનગરમાં મળેલી
પ્રજાપતિ સમાજની બેઠકમાં આ મામલે ભાજપ સામે નારાજગી જોવા મળી હતી
પ્રજાપતિ સમાજના આગેવાન ઘનશ્યામ પ્રજાપતિએ કહ્યું કે 55 લાખની વસ્તી અને 32 લાખ મતદારો છે
તેને ધ્યાને લેતા પાંચ બેઠકો તો મળવી જ જોઈએ 60 થી વધુ દાવેદારો હતા
છતાં પ્રજાપતિ સમાજના એક પણ ઉમેદવારને ભાજપ તરફથી એક પણ ટિકિટ અપાય નથી
જેથી હવે ભાજપને મત નહીં આપવાનું નિર્ણય લેવામાં આવ્યો છે
સમાજ દ્વારા આ અંગે બેઠક કર્યા બાદ નિર્ણય લેવામાં આવે છે
કે પ્રજાપતિ સમાજ અપક્ષ ઉમેદવારોની સમર્થ કરશે
અથવા ભાજપની વિરોધમાં રહેતા ઉમેદવારને મતદાન કરાશે