લુણાવાડા બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિને જે પી પટેલ ચૂંટણી જંગમાં લડશે કે પછી પાણીમાં બેસી જશે ને રાજકીય અટકડો તે જ?

લુણાવાડા બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિને જે પી પટેલ ચૂંટણી જંગમાં લડશે કે પછી પાણીમાં બેસી જશે ને રાજકીય અટકડો તે જ?

 

ભાજપ સામે બળવો કરીને સલામત સ્થળે સરકી જવાની રાજનીતિઓમાં હવે

લુણાવાડા બેઠક માટે ભાજપના ઉમેદવાર ધારાસભ્ય જીગ્નેશ સેવક સામે જાહેર નારાજગીઓ વ્યક્ત કરીને ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી કરનાર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે પી પટેલ આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિન એ લુણાવાડા બેઠકના ચૂંટણી જંગમાં ભાજપને પડકાર ફેકશે કે પછી પાણીમાં બેસી જશે

ને મહિસાગર જિલ્લા ભાજપમાં શરૂ થયેલ આંતરિક ચર્ચાઓનો માહોલ બરાબર નો ઘરમાયો છે

એટલા માટે કે લુણાવાડા બેઠક ઉપરથી ભાજપના બળવાખોર જે પી પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ખરી જાય આ માટે ડેમેજ કંટ્રોલની કવાયત તો માટે દોડી આવેલા

ભાજપના અગ્રણીઓના ભારે દમ પછાડાઓ વચ્ચે પણ જે પી પટેલ પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને

કોઈ અજ્ઞાત સલામત સ્થળે સરકી જઈને રાજકીય દબાણના પ્રભાવથી દૂર રહેવાની રાજનીતિ અપનાવી રહ્યા છે

અને આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ

લુણાવાડા બેઠકના જંગમાં હાજર થશે એવી રાજકીય અટકળો ની ધારણાઓ છે

મહીસાગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને શૈક્ષણિક ક્ષેત્રના સંગઠનનું અગ્રણી એવા જે પી પટેલે લુણાવાડા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધારાસભ્ય જીગ્નેશ સેવક સામે બળવો કરીને

અપક્ષ પદે ઝંપલાવતા મહીસાગર ભાજપના આ ભૂકંપની અસરો ગાંધીનગર કમલમ સુધી પણ પહોંચી હતી.

જોકે ભાજપની ડેમેજ કંટ્રોલ કરવાની રણનીતિઓથી સુપેરે વાકેફ એવા જે પી પટેલ ઉમેદવારી પત્ર ભર્યા બાદ અંડરગ્રાઉન્ડ થઈ જતા

સમજાવટ માટે દોડી આવેલા ભાજપ અગ્રણીઓ પણ મૂંઝાઇનની પરત ગયા છે

ત્યારે આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દી ને જે પી પટેલ નો નિર્ણય શું હશે? એની ચર્ચાઓ ભારેખમ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp