ઘોઘંબા ગામે પ્રેમ કરવાની સજામાં યુવકની હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો; પોલીસે યુવતીના પિતા અને ભાઈ સામે હત્યાનો ગુન્હો દાખલ કર્યો

પ્રતીકાત્મક તસવીર:ઘોઘંબા ગામે પ્રેમ કરવાની સજામાં યુવકની હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો; પોલીસે યુવતીના પિતા અને ભાઈ સામે હત્યાનો ગુન્હો દાખલ કર્યો

ઘોઘંબા તાલુકાના ગલીબલી ગામે રહેતા એક યુવક પ્રેમીએ પ્રેમિકાને પામવાની તાલાવેલીમાં પોતાનો જીવ ગુમાંવ્યો છે.

પોતાની પ્રેમિકા સાથે બે વખત ગામ છોડીને ભાગી ગયેલા યુવાન પ્રેમી રાકેશ રાઠવાનો હત્યા કરાયેલ મૃતદેહ આંબાખૂટના નિર્જન વિસ્તાર માંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.

રાજગઢ પોલીસ તંત્રએ યુવતીના પિતા અને ભાઈ સામે હત્યાનો ગુન્હો દાખલ કરીને રાજગઢ PSI એન.આર.રાઠોડે કાયદેસર તપાસ હાથ ધરી છે.

પ્રેમી પંખીડા પુનઃગામ છોડીને ફરાર થઈ ગયા હતા

ઘોઘંબા પંથકમાં ભારે ચકચાર જગાવનારા કિસ્સાની વિગત એવી છે કે, ગલીબલી ગામે જુના ગમાણ ફળિયામાં રહેતા યુવક-યવતી બન્ને ગત એપ્રિલ મહિનામાં ગામ છોડીને ફરાર થઈ ગયા હતા.

એકમેક સાથે જીવવાના અનહદ પ્રેમ વચ્ચે ભાગી ગયેલા આ યુવક-યુવતી એક મહિના બાદ મળી આવતા આ બન્ને વચ્ચે પંચ રાહે થયેલા સમાધાનમાં યુવતીને પિતા રાયસીંગભાઈ રાઠવાને સુપ્રત કરીને તેણીના ઘરે રવાના કરી દીધી હતી.

જો કે, એક સપ્તાહ બાદ વિરહની વેદનાઓ અનુભવતા આ પ્રેમી પંખીડા પુનઃગામ છોડીને ફરાર થઈ ગયા હતા.

21 વર્ષીય યુવાનનો મૃતદેહ ડી.કંમ્પોઝ હાલતમાં મળી આવ્યો

આ બન્ને જણાની ચાલી રહેલ શોધખોળ દરમિયાન યુવતીના પિતા રાયસીંગ ગોહયકા રાઠવાએ બન્નેને શોધી કાઢ્યાં હતા.

ત્યારબાદ અમારી છોકરી અમારા ઘરે આવી ગઈ છે

અને તમારો છોકરો ભાગી ગયો હોવાનો સંદેશો એક સપ્તાહ પૂર્વે યુવકના પિતા રેસીંગ રાઠવાને મોકલ્યો હતો.

જો કે આ ઘટનાક્રમ વચ્ચે અંદાઝે 21 વર્ષીય યુવાન રાકેશ રાઠવાનો હત્યા કરાયેલ મૃતદેહ ડી.કંમ્પોઝ હાલતમાં આંબાખૂટના નિર્જન વિસ્તારમાંથી મળી આવતા રાજગઢ પોલીસ તંત્રએ મૃતક યુવકના પિતાની ફરીયાદના આધારે, યુવતીના પિતા રાયસીંગ ગોહયકાભાઈ રાઠવા અને મહેશ રાયસીંગ રાઠવા સામે હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp