૧૫-વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કિર્તીસિંહ વાઘેલા એ કાંકરેજ મામલતદાર કચેરીમાં ફોર્મ ભરી ને ચૂંટણી ના શ્રીગણેશ કર્યા…..
કાંકરેજ તાલુકા ૧૫ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કિર્તીસિંહ વાઘેલા એ મોટી સંખ્યામાં પોતાના માદરે વતનમાં સ્નેહમિલન કાર્યક્રમ બાદ કાંકરેજ મામલતદાર કચેરીમાં ફોર્મ ભરી ને ચૂંટણી ના શ્રીગણેશ કર્યા. …
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માં સુરેશ શાહ. હરગોવનભાઈ શિરવાડીયા. અણદાભાઈ પટેલ. ભારતસિહ.
ઇશ્વરભાઇ પટેલ. ડાહ્યાભાઈ . સહિત અન્ય આગેવાનો કાર્યકરો ઢોલ નગારા સાથે ભવ્ય રીતે વિજય વિશ્વાસ સાથે જોડાયા હતા
અને ફોર્મ ભરી ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ત્યારે ઓબઝરવર ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા…
દેવ દરબાર જાગીર મઠ ના ૧૦૦૮ મહંત શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ લઈને પુર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી સહિત અનેક ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકરો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા…