મહિસાગર : ખાનપુર તાલુકામાં આવેલ બાકોર પોલીસ સ્ટેશન મા લોક દરબારનું આયોજન..
મહિસાગર જીલ્લા મા આવેલ
ખાનપુર તાલુકામાં આવેલ બાકોર પોલીસ સ્ટેશન મા લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું
તેમાં મહેરબાન ડીવાયએસપી પી.એસ. વડવી તેમજ પીએસઆઇ
પી. એમ. મકવાણા ના અધ્યક્ષ મા લોક દરબાર ભરવામાં આવેલ હતો
વ્યાજખોર ની કોઈ હેરાન ગતિ હોય તો,
કોઈ વ્યાજ ખોર કોઈને પરેશાન કરતો હોય તો તેમનું નામ આપવામાં આવે અથવા તેના વિરુદ્ધ કોઈ અરજી આપવામાં આવે તેમ નાગરિકોને જણાવવામાં આવેલ હતું
તેમજ બીજી કોઈપણ પ્રકારની રજૂઆત હોય તો પણ કરવી તેમ ડીવાયએસપી સાહેબ દ્વારા નાગરિકોને જણાવવામાં આવેલ હતું
આ લોક દરબારમાં ખાનપુર તાલુકા ના સરપંચશ્રીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો બાકોર પોલીસ સ્ટેશન આવીને જાણ કરવા અપીલ કરેલ હતી..