ગરબાડા ના ભે ગામે મકાનમાંથી દેશી તમચો ઝડપાયો

દાહોદ તાલુકાના ગરબાડા તાલુકાના ભે ગામેથી દાહોદ એલસીબી પોલીસે એક ઈસમ ના ઘરમાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટ નો એક તમંચો કિંમત રૂપિયા 3000 સાથે ઇસમની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે
ગત તારીખ દસમી નવેમ્બર ના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે
પોલીસે ગરબાડા તાલુકાના ભે ગામેથી હાંડિયા ફળિયામાં રહેતો પ્રવીણભાઈ કરણભાઈ ભુરીયા ના ઘરમાં ઓચિંતો છાપો મારી ઘરના ઢાળિયામાં ગેરકાયદેસર સંતાડી રાખેલ
દેશી હાથ બનાવટ નો એક તમંચો કિંમત રૂપિયા 3000 પોલીસે કબજે કરી ઝડપી પાડવામાં આવેલ
પ્રવીણભાઈ ની પૂછપરછ કરતા આ તમચો દોઢેક વરસ અગાઉ મધ્યપ્રદેશ તરફથી જુરીના જાડુ વેચવા આવેલ એક અજાણ્યા ઈસમ પાસેથી ખરીદ્યો હતો