માને ફોનમાં ‘હવે મર્યા વિના છૂટકો નથી’ કહ્યાના બીજા દિવસે પરિણીતાનો આપઘાત
કલોલના કલ્યાણપુરા પાસે રહેતી પરણિતાએ સાસરીયાના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
અહીં વિજયનગર ગેટ નંબર-2 પાસે રહેતીં મીનલબા રણજીતસિંહ ચૌહાણે અગમ્ય કારણોસર શનિવારે બપોરે આશરે બે વાગ્યાના અરસામાં ગળાફાસો ખાધો હતો.
જેને પગલે મૃતકની માતાએ સમગ્ર મુદ્દે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જેને પગલે પોલીસે મૃતકના પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહેસાણા ખાતે રહેતાં મિત્તલબા ઉર્ફે મીનાબા ચૌહાણે આ અંગે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જે મુજબ તેમની દીકરી મીનલબાના લગ્ન 2016માં કલ્યાણપુરા ખાતે રહેતાં બળદેવસિંહ નાગરસિંહ ઝાલાના દીકરા મિતેષસિંહ સાથે થયા હતા.
ફરિયાદમાં થયેલા દાવા મુજબ 2018માં મીનબાએ માતાને ફોન કરીને સસરા ખરાબ નજર રાખતા હોવાની ફરિયાદ કરી હતી.
જેથી મિત્તલબાએ પોતાના વેવાણ એવા મંજુલાબાને આ અંગે જાણ કરી હતી.
આ ઘટના પછી મૃતકના પતિ, સાસુ-સસરાએ તેને ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું.
દિકરી પિયરમાં આવીને ફરિયાદો કરતી ત્યારે પરિવારજનો તેને સંસાર બગડે નહીં તે માટે સમજાવીને પરત મોકલી દેતા હતા.
લગ્નના વર્ષો પછી પણ સંતાન ન થતાં સાસરીયા આ બાબતે પણ પરણિતાના ત્રાસ આપતા હોવાની દાવા ફરિયાદમાં થયો છે.
આપઘાતના આગલા દિવસે જ ઘરે ફોન કર્યો હતો
30 સપ્ટેમ્બરની રાત્રે મૃતકે માતાને ફોન કરીને સાસરીયાના ત્રાસ સહન ન થતો હોવાની ફરિયાદ કરી હતી.
જેમાં મૃતક મિનલે હવે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોવાનું કહ્યું હતું.
જોકે બીજા જ દિવસે એટલે 1 ઓક્ટોબરે બપોરે ત્રણ વાગ્યે તેમના પર વેવાઈનો ફોન આવ્યો હતો
અને દીકરીએ ગળેટુંપો ખાધો હોવાની જાણ કરી હતી.
જેને પગલે પરિવારના સભ્યો તાત્કાલિક કલોલ પહોંચ્યા ત્યારે પલંગ પર દીકરીની લાશ જોવા મળી હતી.
છેલ્લા ચાર-પાંચ વર્ષથી ચાલતા ઝગડા વચ્ચે દોઢ વર્ષ પહેલાં મીનલ રિસાઈને ઘરે આવી હતી.
તે સમયે પણ પતિ તેની સાથે ફોન પર વાતો કરતો હતો.
જેથી તેને લાગી આવતા તેણે ઉંધઈ મારવાની દવા પી લીધી હતી.