અપક્ષોના ભાવ ખુલ્યા.: ફોર્મ પાછું ખેંચવાના 5 લાખ સુધી, લડવાના 10 લાખ સુધી ભાવ

અપક્ષોના ભાવ ખુલ્યા.: ફોર્મ પાછું ખેંચવાના 5 લાખ સુધી, લડવાના 10 લાખ સુધી ભાવ

 

ઉમેદવારી પત્રો ભરતા જ અપક્ષો મેદાનમાં દરેક બેઠકમાં ફોર્મ ભરાયા

વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું શરૂ થતા જ અપક્ષો મેદાનમાં આવી ગયા છે

ફોર્મ પાછું ખેંચવા માટે અને કોઈ ઉમેદવારને નડવા માટે ચૂંટણી લડીને અપક્ષ સો પૈસા પડાવતા હોય છે

જો ઉમેદવાર તગડો તો અપેક્ષા નો ભાગ બમણો એ સિસ્ટમથી આ રમત મંડાતી હોય છે

હાલમાં અપક્ષોએ ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો ભાવ 50000 થી લઈને પાંચ લાખ સુધી તો ચૂંટણી લડવાનો ભાવ 1 લાખથી દસ લાખ સુધીનો ખોલ્યો છે

ચૂંટણી આવવાની હોય એટલે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસના ટિકિટ વાતો તૈયારી કરતા જ હોય છે

પરંતુ તેના કરતાં વધુ થનઘનાટ અપક્ષ ઉમેદવારમાં હોય છે અપક્ષ તરીકે ફોર્મ ભરવા પાછળ બે ગણિત કામ કરતા હોય છે

એક ગણિત અપક્ષ તરીકે ફોર્મ ભરીને પાછું ખેંચવા માટે નાણા પડાવવાનો ઉદ્દેશ હોય છે

જ્યારે બીજો ઉદ્દેશ અપક્ષ તરીકે ચૂંટણી લડીને ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારને નડવાની મંછા હોય છે

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરવા લાગ્યા છે

એ સાથે જ અપક્ષોએ પણ ઉમેદવારી પત્રો ભરવાનો શરૂ કરી દીધું છે

આ વખતે અપક્ષોએ ફોર્મ ભરવામા થોડી ધીરજ કરવી પડી હતી.

પરંતુ હવે ઉમેદવારોના નામ સામે આવી જતા સૌથી વધુ કમાણી થાય તેવી બેઠક અને તેવા ઉમેદવાર પસંદ કરીને ત્યાં ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે

છેલ્લી પાંચ ચૂંટણીમાં અપક્ષ તરીકે ફોર્મ ભરનાર એક ઉમેદવારે કહ્યું કે આ વખતે ફોર્મ પાછું ખેંચવાનો ભાવ થોડો વધ્યો છે

જો નબળી સીટ હોય અને નબળો ઉમેદવાર હોય તો 50000 રૂપિયાનો ભાવ છે

જે વધુમાં વધુ પાંચ લાખ સુધીનો બોલવા લાગ્યો છે

આવી જ રીતે ભાજપ કે કોંગ્રેસ કોઈ એક મુખ્ય પક્ષમાં ઉમેદવાર સામેના ઉમેદવારને નડવા માટે અપક્ષોને ચૂંટણી લડાવ્યા છે

તેનો ભાવ નબળી બેઠક હોય તો ₹1,00,000 અને વધુમાં વધુ 10 લાખ બોલાવવા લાગ્યો છે

છેલ્લા ત્રણેક દાયકાઓનો ચૂંટણીનો ઇતિહાસ લઈ લઈએ તો અપક્ષનો હથિયાર તરીકે જ ઉપયોગ થતો આવ્યો છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp