નડિયાદના વેપારી સાથે ઇલેક્ટ્રીક ગાડીઓના ચાર્જિંગ સ્ટેશનો માટે ડીલરશીપના બહાને રૂ. 29.88 લાખની છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર:નડિયાદના વેપારી સાથે ઇલેક્ટ્રીક ગાડીઓના ચાર્જિંગ સ્ટેશનો માટે ડીલરશીપના બહાને રૂ. 29.88 લાખની છેતરપિંડી

નડિયાદના વેપારી સાથે ઇલેક્ટ્રીક ગાડીઓના ચાર્જિંગ સ્ટેશનો માટે ડીલરશીપના બહાને રૂ. 29.88 લાખની છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર:નડિયાદના વેપારી સાથે ઇલેક્ટ્રીક ગાડીઓના ચાર્જિંગ સ્ટેશનો માટે ડીલરશીપના બહાને રૂ. 29.88 લાખની છેતરપિંડી
પ્રતીકાત્મક તસવીર:નડિયાદના વેપારી સાથે ઇલેક્ટ્રીક ગાડીઓના ચાર્જિંગ સ્ટેશનો માટે ડીલરશીપના બહાને રૂ. 29.88 લાખની છેતરપિંડી

 

નડિયાદના વેપારીને નવા ધંધાની શોધમા કડવો ઘૂંટ પીવાનો વારો આવ્યો છે. ઈન્ટરનેટ પર ટાટા પાવર નામની લીંક ઓપન કરી તેમા પોતાની અંગત વિગતો અપલોડ કરી વેપારી છેતરપિંડીનો ભોગ બન્યો છે.

ઇલેક્ટ્રીક ગાડીઓના ચાર્જિંગ સ્ટેશનો માટે ડીલરશીપ આપવાના બહાને આ વેપારી સાથે અલગ-અલગ ચાર્જના નામે ફ્રોડ વ્યક્તિએ નાણાં ખંખેર્યા છે.

ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમિયાન કુલ રૂપિયા 29 લાખ 88 હજાર પડાવી લીધા હતા.

સમગ્ર બનાવ સંદર્ભે આજે વેપારીએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો છે.

ઇન્ટરનેટ મારફતે નવા ધંધા માટે શોધખોળ કરતા હતા

નડિયાદ શહેરના 12 સ્વસ્તિક સોસાયટી કોલેજ રોડ વિસ્તારમાં રહેતા 47 વર્ષિય અમિષભાઈ અરૂણભાઇ પટેલ પોતે શહેરના કુમાર પેટ્રોલપંપ સામે અને કોલેજ રોડ પર અમીષ મોટર્સના નામે PUC તેમજ કાર વોશિંગનો વેપાર ધંધો કરે છે.

તેમની સાથે કામ કરતા જીગ્નેશભાઇ ચંપકભાઇ પંચાલ બન્નેએ ભેગા મળી કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ મારફતે નવા ધંધા માટે શોધખોળ કરતા હતા,

તે દરમ્યાન ટાટા પાવર નામની વેબસાઇટ ઓપન કરતાં,

તેમાં ઇગ્લીશમાં એક ઓનલાઇન ફોર્મ ભરવા માટે જણાવ્યું હતું

જેથી અમિષભાઈએ આ ઓનલાઈન ફોર્મમાં નામ, સરનામુ, મોબાઇલ નંબર,ની વિગત ભરી સબમીટ કર્યુ હતું.

આ બાદ 28મી ફેબ્રુઆરીના રોજ અમિષભાઈના મોબાઇલ નંબર ઉપર ફોન આવેલ હતો.

જેમાં સામેથી હિન્દી ભાષમાં વાત કરી,

પોતાની ઓળખ ટાટા પાવર કંપનીના મેનેજર રવિકુમાર તરીકે બતાવી હતી, તેમણે જણાવ્યું હતું કે અલગ-અલગ જિલ્લાઓમાં ઇલેક્ટ્રીક ગાડીઓના ચાર્જિંગ સ્ટેશન માટે ડીલરશીપ આપવાની છે

અને તમે વર્ષોથી વેપાર ધંધો કરો છો. માર્કર્ટમાં તમારી સારી છાપ છે,

અમારી કંપનીની નડિયાદ ખાતે ચાર્જીંગ સ્ટેશનની ડીલરશીપ તમને આપવા માંગીએ છીએ.

જેવી લોભામણી વાતો કરતા, અમિષભાઈએ પોતાના ધંધાના વિકાસ અર્થે આ ઇલેક્ટ્રીક ગાડીઓના ચાર્જીંગ સ્ટેશન માટે ડીલરશીપ રસ દાખવી ડીલરશીપ લેવાની હા પાડેલ હતી.

ડીલરશીપ ડીપોઝીટ પેટે પણ રૂપીયા ખંખેર્યા​​​​​​​

જેથી સામાવાળાએ અમિષભાઈના મોબાઈલના વોટ્સએપ પર બે ફોર્મ મોકલ્યા બાદ તથા રજીસ્ટ્રેશન ફી ભરવા જણાવ્યું હતું.

જેથી અમીષભાઈએ આ રજીસ્ટ્રેશન ફી ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી. બાદમાં રૂપીયા ભરેલાની સ્લીપ તથા અમીષભાઈના નામનું ટાટા પાવર સ્ટેશન એપ્રુવલ લેટર સોફ્ટ કોપી વોટ્સએપથી મોકલી આપેલ હતી.

અને અવાર નવાર ટેલીફોની કે વાતચીતો થતી હતી. બાદમા માર્ચ માસમાં સામાવાળાએ ડીલરશીપ સર્ટીફિકેટના રૂપીયા ભરવાનું જણાવ્યું હતું.

જેથી બીજા નાણાં પણ ટ્રાન્સફર કર્યા હતા જેથી ટાટા પાવર સ્ટેશન ડીલરશીપ સર્ટીફિકેટની સોફ્ટકોપી મોકલી આપેલ હતી.

જે સામાવાળ રૂપીયા ભરવાની સ્લીપ તથા ટાટા પાવર કંપનીના લેટર અમીષભાઈના નામના મોકલ્યા હતા.

પછી ડીલરશીપ ડીપોઝીટ પેટે પણ રૂપીયા ભરવા જણાવેલ હતા.

જે બાદ મશીનરી માટે તથા મશીનરી ફીટીંગ અને જી.ઇ.બી પરમીશન ચાર્જ પેટે રૂપીયા ભરવા જણાવેલ હતા.

જે પણ ભર્યા હતા. જી.ઇ.બી પરમીશનના ચાર્જ પેટેની રકમમાથી 50% નાણાં રીફંડ આવશે તેમ પણ જણાવેલ હતું.

​​​​​​​મોબાઈલ નંબર બંધ બતાવતા હતા

આ બાદ આશ્વાસન આપેલ કે મે માસમા પાવર સ્ટેશનની કામગીરીનું કામ ચાલુ થઈ જશે. પરંતું ટાટા પાવર કંપની તરફથી કોઇ કર્મચારી કામગીરી માટે આવ્યો નહીં

તેમના મોબાઈલ પર ફોન કરતા, અને તેઓના ત્રણે મોબાઇલ નંબર તથા વોટ્સએપ નંબર બંધ બતાવતા હતા.

હવે શું આટલી રકમ ભર્યા બાદ પણ કોઈ સંપર્ક કોન્ટેક્ટ ન થતા

આખરે સામેવાળાએ આપેલા ઈમેલ પર ઈમેલ કર્યો હતો પરંતુ ઈમેલ પણ ફેઈલ બતાવતો હતો.

​​​​​​​અમીષભાઈએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપી


​​​​​​​
ઓનલાઇન ગુગલ ઉપરથી ટાટા પાવર લી, કંપની નો ટોલ ફ્રી નંબર શોધી ફોન કરતા ટાટા પાવરના કર્મચારી ભુપેન્દ્ર ચૌધરી મોબાઇલ પર સંપર્ક થતા તેઓને વિગતવારની વાત કરેલ હતી.

અને ડોક્યુમેન્ટ ઇમેલ તથા વોટ્સએપ પર જે પાવતીઓ મોકલી હતી

તે તમામ ખોટી હોવાનું પુરવાર થયું હતું. આમ અમીષભાઈ પાસે નડિયાદ ખાતે ઇલેક્ટ્રીક ગાડીઓના ચાર્જીંગ સ્ટેશન માટે ડીલરશીપ આપવાના બહાને જુદી-જુદી તારીખોમાં કુલ રૂપિયા 29 લાખ 88 હજારની રકમ પડાવી લીધી હતી.

આ બાબતે આજે અમિષભાઈએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપી છે

અને આવેલ મોબાઈલ નંબર તેમજ બેંક ખાતાની માહિતી પણ પૂરી પાડી છે.

પોલીસે હાલમાં ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અલગ અલગ ચાર્જના નામે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન નાણાં ખંખેર્યા​​​​​​

-રજીસ્ટ્રેશન ફી પેટે રૂપિયા 25,500/-

-ડીલરશીપ સર્ટિફિકેટ પેટે રૂપિયા 1,65000/-

-ડીલરશીપ ડિપોઝિટ પેટે રૂપિયા 4,20,000/-

-મશીનરી પેટે રૂપિયા 9,80,000/-

-મશીનરી પેટે રૂપિયા 8,97,000/-

-મશીનરી ફીટીંગ અને જીઇબી પરમિશનના ચાર્જ પેટે રૂપિયા 5,00,000/-

​​​​​​​આ સમગ્ર બનાવમાં છેતરપિંડીના શિકાર બનેલા અમીષભાઇના વોટ્સએપ પર ફ્રોડ વ્યક્તિઓએ બનાવટી ખોટી પાવતીઓ મોકલાવી હોવાનો ખુલાસો થયો છે.

અમીષભાઈએ છેલ્લુ ટ્રાન્જેક્શન એપ્રિલ માસમાં કર્યું હતું.

આ બાદ ફ્રોડ વ્યક્તિએ જણાવ્યું હતું કે મે માસમાં બસ સ્ટેશનની કામગીરી ચાલુ થશે

પરંતુ તે ન થતા ઇન્કવાયરી કરતા સમગ્ર મામલો ઉજાગર થયો

અને વોટ્સએપ પર મોકલાવેવી પાવતીઓ પણ ખોટી હોવાનું માલુમ પડ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp