લુણાવાડા અને સંતરામપુર ની બેઠકમાં કોંગ્રેસનું કોકડું ગુચવાયુ…

બેઠક પર નામ જાહેર ન થતા કાર્ય કરો મૂંઝવણમાં મુકાયા
મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં લુણાવાડા અને સંતરામપુરમાં રવિવારની મોડી સાંજ સુધી કોંગ્રેસ દ્વારા ઉમેદવારો ના નામ જાહેર ન થતા કાર્યકરોમાં મૂંઝવણમાં મુકાયા છે
બીજી તરફ ભાજપના ઉમેદવારો નક્કી થઈ જતા જોર સોર થી પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે
મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે
અને તેને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીમાં ભારે મનોમંથન જોવા મળ્યું હતું
જો કે જાહેર કરેલા ઉમેદવારો પૈકી ભાજપ અને કોંગ્રેસમાં પણ કેટલીક બેઠકો પર વિરોધનો સુર જોવા મળી રહ્યો છે
આથી બળવાના એંધાણ હાલ જોવા મળી રહ્યા છે
કહેવાતા શિસ્ત બાદ ભાજપમાં પણ ભાજપના જ કેટલાક નેતાઓ અને કાર્યકરો દ્વારા શિસ્તના લીરેલીલા ઉડાડતા જોવા મળી રહ્યા છે
મહીસાગર મા ભાજપે સંતરામપુર ની બેઠકમાં કુબેરભાઈ ડીંડોર અને લુણાવાડા ની બેઠકમાં જીગ્નેશ સેવકને પુનઃ રિપીટ કર્યા છે
બાલાસિનોર બેઠક પર ભાજપ એ પણ કોંગ્રેસમાંથી આવેલા માજી ધારાસભ્ય માનસિંહ ચૌહાણને ટિકિટ ફાળવી છે
જ્યારે કોંગ્રેસ દ્વારા ફક્ત બાલાસિનોર ની બેઠક માટે હાલના ધારાસભ્ય અજીતસિંહ ને પુનઃ રીપીટ કર્યા છે
જ્યારે લુણાવાડા અને સંતરામપુર નું કોકડું ગૂંચવાયું છે