મહુવાના કંસાર ગામે સુવિધાથી વંચિત ગ્રામજનોએ મહુવા સેવા સદનમાં આવેદનપત્ર આપ્યું

આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ઠેર -ઠેર આવેદનો તેમજ હડતાલનો માહોલ જામ્યો છે.
જ્યાં જુઓ ત્યાં હડતાલ અને આવેદનો ચાલુ છે. જેમાં કોઈ સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને હડતાલ પર ઉતર્યા છે.
તો ક્યાંક ગ્રામજનો ગામની સુવિધાથી વંચીત રહેવાથી ઠેર-ઠેર આવેદન પત્રો આપી સરકારને સુવિધામાં વધારો કરવા રજૂઆત કરી રહ્યાં છે.
ત્યારે મહુવામાં પણ ગામલોકો સુવિધાથી વંચીત રહેતા ગ્રામજનોએ એકઠાં થઈને મહુવા નગરસેવા સદનમાં આઈવેદન પત્ર આપ્યું હતું.
છેલ્લા ધણાં સમયથી કંસાર ગામની અંદર ગટર લાઈન, પીવાના પાણી તેમજ રસ્તાની સુવિધાના અભાવે સરકારને અનેક રજૂઆથત કરવામાં આવી હતી.
પરંતુ તેમ છતાં સરકાર દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા ન હતા.
જેને લઈને ગ્રામજનોઅએ એકઠાં થઈને મહુવા સેવા સદન ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
પરંતુ સેવા સદનના કર્મચારીઓ જ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે હડતાલ કરી રહ્યાં છે.
ત્યારે સમય પુરવારે કર્મચારીને આવેદન આપી સરકારમાં રજૂઆત થાય તેવી ગામ લોકોની માંગણી ઉઠવા પામી હતી.