સંતરામપુર નગરમાં અનેક ફળીયામાં ગરબા નું સુંદર આયોજન કરાયેલ ….
સંતરામપુર નગરમાં આધશકિતની આરાધના કરવા માટે નવરાત્રિ મહોત્સવ નીનવ દિવસ સુધી ધામધુમથી ને ભકિતભાવ પુવઁક ઉજવણી કરવામાં આવી હતી.
આ વરસે નગરમાં અનેક ફળીયામાં ને વિસ્તારમાં ને સોસાયટી ઓ માં પણ ગરબા નું સુંદર આયોજન કરાયેલ હતું.
ને સુંદર સુશોભન ને ઝગમગાટ રોશનીથી નવરાત્રિ ના પંડાળો શોભતા જોવાં મલતા હતાં.
નવરાત્રિ ની ઉજવણી કરવા માટે ગરબાપેમીઓ રાત્રીના સંગીત ના તાલે ગરબા ને રાસની મોડી રાત સુધી રમઝટ બોલાવેલ.
ભોઈવાડા.સંત. બ્રાહ્મણવાડા. અંબાજી મંદિર. ઢાલાબજાર.પ્રતાપપુરા. માળીવાડ. હડમતફળીયા. મહુડીોફળીયામાં ઠાલાબજાર.
મહાલક્ષમી મંદિર. ગોધરા ભાગોળ ને સોસાયટી વિસ્તારો માં ને રાણાવાસ. તથા અન્ય વિસ્તારોમા ગરબા નું સુંદર આયોજન કરાયેલ હતું.
ને ગરબા રમવા ને નિહાળવા માટે લોકો બહુ મોટી સંખ્યામાં ઉમટીપડેલ જોવાતાં હતાં.
નગરના યુવાનો અને યુવતીઓ. મહીલાઓ.પુરુષો રંગબેરંગી સુંદર પોષાક માં ગરબા રમવા ભારે ઉત્સાહ અને આનંદ સાથે નવરાત્રિ ના નવેનવ દિવસ મોડીરાત સુધી રાસની ને ગરબાની રમઝટ બોલાવી હતી.
નવરાત્રિ ના અંતિમ નવમાં દિવસે તો મોટાબજાર ના ગરબામાં સવારે છ વાગ્યા સુધી યુવકો ને યુવતીઓ એ ગરબાની રમઝટ બોલાવી હતી.
નગરમાં શાંતિપૂર્વક રીતે નવરાત્રિ નો તહેવાર ભારે ઉત્સાહ અને આનંદ સાથે ઊજવાયેલ હતો.
બજારમાં નવરાત્રિ નો તહેવાર હોઈ રાત્રીના સમયે ખાણીપીણીની ને આઈસ્ક્રીમ વિગેરેની લારીઓ ને સ્ટોલો ખુલેલા અને ગરબા ના રસીયાઓ ના ટોળેટોળા તેની મોજ લેતાં જોવાં મળતાં હતાં.
નવરાત્રિ દરમ્યાન સંતરામપુર સથાનિક પોલીસ દવારા સુંદર સખ્ત બંદોબસ્ત ને પ્રેટોલીંગપોલીસનુ ગોઠવેલ હતું.