વ્યાજખોર એ જીવ લીધો રાજકોટમાં ભંગારના વેપારીએ ઝેરી પાવડર નું સેવન કર્યું સારવારમાં દમ તોડ્યો
રાજકોટ શહેરના પરા બજાર વિસ્તારમાં ભંગાર પસ્તીના વેપારીએ ગત પાંચ નવેમ્બરના રોજ કીડી મારવાનો પાવડર પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
આ આપઘાત પાછળ વ્યાજખોરિ અને પઠાણી ઉઘરાણી કારણભૂત હોવાની ફરિયાદ આપઘાત કરનાર ના પિતાએ નોંધાવતા પોલીસને શાહરૂખ અલી ભાઈ બલોચવી આઈપીસી 306 તથા મની લેન્ડ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે
અલ્તાફભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પરબજાર કૃષ્ણ પરા બે માં નેશનલ સ્ક્રેપ નામે મારે દુકાન છે
જેમાં પસ્તી પુઠાનો ધંધો કરું છું બે દીકરા અને એક દીકરીમાં મોહમ્મદ ઉંમર 33 હતો
મહમદના લગ્ન થઈ ગયા હતા અને તેમને સંતાનમાં બે દીકરા છે
જેમાં એક પાંચ વર્ષનો અને બીજો 20 જ દિવસનો છે તારીખ પાંચ નવેમ્બરના હું સાંજે ચારેક વાગ્યે ઘરે હતો
ત્યારે દીકરા મહમદ એ ફોન કરી કહેલું કે પપ્પા મારે તમારી સાથે વાત કરવી છે
તમે ગ્રીનલેન્ડ ચોકડીએ આવો જેથી હું તરત ત્યાં જતા મારો દીકરો અર્થ બેભાન મળ્યો હતો.
શું થયું તેમ પૂછતા તેણે કહેલું કે આપણી પરા બજારમાં આવેલી દુકાને મે કીડી મારવાનો પાવડર પી લીધો છે
તેનું કારણ મેં પૂછતા તેણે કહેલું કે શાહરૂખ બલોચ પાસેથી મેં 10% વ્યાજે પૈસા લીધા હતા
તેનું વ્યાજ હું ભરી શકતો નથી અને તે વારંવાર ઉઘરાણી કરતો હોય જેથી મેં દવા પી લીધી છે
આ જાણીને તુરંત મારા મિત્ર હસુભાઈને ગ્રીનલેન્ડ ચોકડીએ બોલાવ્યા હતા
અને દીકરાનો મિત્ર સાહિલ પણ આવી ગયો હતો.
અમે તેને હોસ્પિટલે લઈ ગયા હતા પણ સારવાર દરમિયાન તારીખ 6 ના રોજ મોહમ્મદ નું મોત થયું હતું.
મહંમદે પોતાની જરૂર હોય તે માટે શાહરૂખ પાસેથી 10% નાણા લીધા હોય
તે ચૂકવી ન શકતા ઉઘરાણી માટે ત્રાસ આપતો હોવાથી તે મરી જવા મજબૂર થયો હતો
તેમ વધુમાં અલ્તાફભાઈએ જણાવતા પી.આઈ કે એન ભૂંકણની રાહબરીમાં પીએસઆઇ ટીડી ચુડાસમાએ ગુનો નહોતી તપાસ હાથ ધરી છે