પ.પૂ.બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી જીવંતસિંહ બાપુનો નિર્વાણ શબ્તાબ્દી મહોત્સવ શ્રી સદગુરુ નિજધામે ગોઢ મુકામે ઉજવાયો.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગોઢ શ્રી સદગુરુ નિજધામ મુકામે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી જીવતસિંહ બાપુનો નિર્વાણ શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો.
જેમાં પ.પૂજ્ય સંત શ્રી ચંદુભાઈ સાહેબ તથા મોતીરામ મહારાજ દ્વારા શ્રી સદગુરુ નિજધામ ગોઢ થી લઈને અઢેરા ગામમાં શોભાયાત્રા હનુમાન મંદિર સુધી ડીજે સાથે કાઢવામાં આવી હતી.
જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુ ધર્મ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મની ધજા સાથે ભક્તો નાચી અને ઝુમી ઉઠ્યા હતા.અઢેરા હનુમાનજી મંદિર ખાતે તથા ઠેર ઠેર પૂજ્ય સંતોનો સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ નિજધામના અનુયાયી,હરિભક્તો આનંદ ઉત્સવથી પ.પૂ જીવતસિંહ બાપુ નો શતાબ્દી મહોત્સવ પર્વ ધામધૂમથી ઉજવાયો રાત્રિ દરમિયાન ભજન સત્સંગ સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ભજનીકો સાજીંદા ગ્રુપ ઉપસ્થિત તથા ભક્તો ઉપસ્થિત રહી નિજધામમાં ભક્તિરસમાં તરબોળ બન્યા.
પરમ પ.પૂજ્ય સંત શ્રી ચંદુ સાહેબ દ્વારા આત્મજ્ઞાન નું રસપાન કરાવ્યું હતું.
તથા સંતોના મુખારવિંદ જ્ઞાનરૂપી ગંગાનું સંતોએ રસપાન કરાવ્યું
આ પ્રસંગે સંત શ્રી આનંદબાપુ અમદાવાદ,સંત શ્રી રાણાભાઇ સાહેબ બાયડ,સંત શ્રી લાલગીરી મહારાજ કુશકી, સંત શ્રી છગનસિંહ બાપુ કુશ્કી, સંત શ્રી સર્વેશ્વર મહારાજ કુશકી છાપરાં,
સંત શ્રી મહેન્દ્રસિંહ બાપુ દહેગામડા, સંત શ્રી મોહનરામ મહારાજ નાની ઈસરોલ,
સંત શ્રી સદાભાઇ પટેલ ટીટોઇ સંત શ્રી રામદાસ મહારાજ કુંડોલ શ્રી પ્રકાશજી બાપુવગેરે સંતો ઉપસ્થિત રહ્યાં હતા.