ગાંધીનગરમાં શેરીથી લઈ સોસાઇટીઓ, પાર્ટી પ્લોટ્સમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મનમૂકી ઝૂમી ઊઠ્યા

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં શેરીથી લઈ સોસાઇટીઓ, પાર્ટી પ્લોટ્સમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મનમૂકી ઝૂમી ઊઠ્યા

ગાંધીનગરમાં શેરીથી લઈ સોસાઇટીઓ, પાર્ટી પ્લોટ્સમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મનમૂકી ઝૂમી ઊઠ્યા

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં શેરીથી લઈ સોસાઇટીઓ, પાર્ટી પ્લોટ્સમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મનમૂકી ઝૂમી ઊઠ્યા
પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં શેરીથી લઈ સોસાઇટીઓ, પાર્ટી પ્લોટ્સમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મનમૂકી ઝૂમી ઊઠ્યા

 

કોરોનાકાળને પગલે બે વર્ષ બાદ ભવ્ય આયોજનો વચ્ચે શરૂ થયેલી નવરાત્રીમાં પ્રથમ નોરતે જ ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા.

ગાંધીનગરમાં શેરીથી લઈને સોસાયટીઓમાં નાના-મોટા ગરબાનો આયોજન થયા છે. બીજી તરફ સેક્ટર-11 ખાતે કલ્ચરલ ફોરમ જ્યારે સેક્ટર-6 ખાતે થનગનાટ પાર્ટીપ્લોટ્સના ગરબાનું આયોજન થયા છે.

કોરોનાને પગલે ગરબાના ભવ્ય આયોજન થયા ન હતા.

જોકે આ વખતે કોઈ બંધન ન હોવાને પગલે શેરીઓ અને સોસાયટીઓમાં પણ ભવ્ય શણગાર સાથે ગરબાના આયોજન છે.

જગદમ્બાની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન

છેલ્લા 34 વર્ષથી ગાંધીનગરથી પગપાળા અંબાજી જતા જય અંબે પરિવારના સભ્યો પવિત્ર યાત્રાધામ અંબાજીથી જ્યોતિ સ્વરૂપમા અંબાજીને ગાંધીનગર લાવે છે.

માતાજીની આ જ્યોતનું કલ્ચરલ ફોરમના ગ્રાઉન્ડમાં સ્થાપન કરાયું હતું.

જેમાં મુખ્ય મંચ પર મા જગદમ્બાની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાયું છે.

બીજી તરફ સેક્ટર-6ના ગ્રાઉન્ડમાં થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી ગરબા યોજાય છે.

ત્યારે આ વખતે થનગનાટના આંગણે કેરસિયા થીમ પર શરગાર કરાયો છે.

કેસરીયા થીમ મુજબ શુદ્ધ સાત્વિક અર્વાચીન અને પ્રાચીન ગરબા સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.

રાત્રે 12 સુધી લાઉડ સ્પીકરની છૂટ

રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોય છે.

ત્યારે નવરાત્રીને લઈને રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા છૂટ અપાઈ છે.

જેમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. ડી. સિંહ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

જેમાં 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકવાની જોગવાઈ કરાઈ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp