ભાજપે ૩૮ સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપતા જાણો ક્યાં થયો બળવો, કોના પડ્યા રાજીનામા….

ભાજપે ૩૮ સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપતા જાણો ક્યાં થયો બળવો, કોના પડ્યા રાજીનામા….

ભાજપની પ્રથમ યાદીમાં ટિકિટ ના ફાળવાતા વાઘોડિયા, કરજણ, પાદરામાં બળવો થયો છે.

જેમાં મધુ શ્રીવાસ્તવ સહીતના ધારાસભ્યો અપક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે.

તેવી જ રીતે અન્ય બેઠકો પરથી પણ વિરોધના સૂર રેલાઈ રહ્યા છે.

ભાજપના કટ-ઓફ ઉમેદવારો ભાજપ સામે ભડક્યા છે

અને કેટલાકે યાદીમાંથી નામ હટાવીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

જે રીતે વડોદારની ત્રણ બેઠકમાં વિરોધ છે તેમ બોટાદ, ભાવનગર જિલ્લા સહિતના જે ઉમેદવારોના નામ કપાયા છે

તેવા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. માતરના ધારાસભ્ય મોડી રાત્રે આપમાં જોડાયા છે.

માતરમાં ધારાસભ્યએ ભાજપને રામે રામ કહ્યા

ત્યારે માતર બેઠકના ધારાસભ્યએ આપનો સાથ પકડ્યો છે.

ખેડા જિલ્લાના માતરના નારાજ ધારાસભ્ય કેસરી સિંહે નારાજગી વ્યક્ત કરી હતી

અને કેસરી સિંહે ગોપાલ ઈટાલિયા સાથે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો

અને તેઓ આજે આપ તરફથી ઉમેદવારો નોંધાવી રહ્યા છે.

ભાવનગરમાં ગઈકાલથી ભડકો

ભાવનગરની મહુવા બેઠક પર શિવા ગોહિલના નામની જાહેરાતથી મહુવા ભાજપમાં હોબાળો મચી ગયો હતો

અને સમર્થકોએ ખુલ્લેઆમ ભાજપનો વિરોધ કર્યો હતો.

તાલુકા, જિલ્લાના ૩૦૦થી વધુ સભ્યોએ સામુહિક રાજીનામા આપ્યા છે.

શિવા ગોહિલનું નામ જાહેર કરાયું હતું અને આર.સી.મકવાણાની ટિકિટ કપાઈ છે.

બોટાદમાં પણ કારણે ભડકો સૌરભ પટેલના સ્થાને ઘનશ્યામ વિરાણીને ટીકીટ આપતા સૌરભ પટેલના સમર્થકો નારાજ થયા છે

અને સી.આર.પાટીલને રજૂઆત કરવા ગાંધીનગર રવાના થયા છે.

ઘનશ્યામ વિરાણી વિસ્તારમાં નવા હોવાથી સૌરભ પટેલને ટિકિટ આપવાની માંગ કરી રહ્યા છે.

વિસનગર
વિસનગરમાંથી જશુ પટેલે પણ દાવેદારી કરતા ટિકિટ ના આપતા તેમને પણ અપક્ષમાંથી ફોર્મ ભરવા મન બનાવ્યું છે.

ભાજપે ૧૬૦ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.

જેમાં કેટલાક નામો સતત જીતતા આવ્યા છે

તે સીટ પરથી કાપવામાં આવ્યા છે.

આ ઉપરાંત દિગ્ગજ નેતાઓને પણ ટિકિટ નથી આપવામાં આવી

ત્યારે આ વિરોધ પણ જોવા મળી રહ્યો છે

માટે અપક્ષમાંથી દાવેદારી ઉમેદવારો નોંધાવી રહ્યા છે.

 

 

🌹પિન્કલ બારીઆ, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp