ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ૪૨ માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું.

ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ૪૨ માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું.

ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ૪૨ માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું.

ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ૪૨ માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું.
ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ૪૨ માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું.

 

સુરતના યુવકનું હ્રદય સુરેન્દ્રનગરના મુસ્લિમ યુવકમાં ધબકતું થયું.

અર્જુન રાકેશભાઈ રાઠોડ ઉ.વ ૧૯ ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બ્રેઈનડેડ અર્જુનના હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

સુરતની કિરણ હોસ્પીટલથી અમદાવાદની સિમ્સ હોસ્પીટલનું ૨૭૩ કિ.મી નું અંતર ૯૦ મીનીટમાં કાપીને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી ૨૨ વર્ષીય મુસ્લિમ યુવકમાં કરવામાં આવ્યું.

હ્રદય સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી કિરણ હોસ્પીટલ થી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

 

 

બનાવની વિગત:

 

નવું ફળિયું, કઠોર, સુરત. મુકામે રહેતો અર્જુન, સાયન રોડ, શેખપુરમા આવેલ ટેક્ષટાઈલ યુનિટમાં કામ કરતો હતો.

મંગળવાર તા. ૮ નવેમ્બરના રોજ અર્જુન તેના મિત્ર સાથે બાઈક પર કઠોર પોતાના ઘરે આવી રહ્યો હતો

ત્યારે રાત્રે ૯:૩૦ કલાકે કઠોર ગામ કન્યા છાત્રાલયની સામે અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થતા તે નીચે પડી ગયો હતો

અને માથામાં ગંભીર ઈજા થવાથી તે બેભાન થઇ ગયો હતો.

પરિવારજનોએ તેને તાત્કાલિક સુરતની કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યો.

નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં ગંભીર ઈજાઓ હોવાને કારણે મગજની નસ ફાટી ગઇ હોવાનું નિદાન થયું હતું.

તા.૧૦ નવેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અપેક્ષા પારેખ, ડો. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે અર્જુનને બ્રેનડેડ જાહેર કર્યો.

કિરણ હોસ્પીટલના મેડિકલડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી અર્જુનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી અર્જુનના માતા પુષ્પાબેન, ભાઈ કરણ, કાકા મનોજભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ.

અર્જુનના માતા પુષ્પાબેન અને તેના ભાઈ કરણે જણાવ્યું કે અર્જુન બ્રેઈનડેડ છે, તેનું મૃત્યુ નિશ્વિત જ છે,

શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન મળતું હોય

તો અંગદાન માટે આપ આગળ વધો. અંગદાન એક ઈશ્વરીય કાર્ય છે,

દરેક બ્રેનડેડ વ્યક્તિના પરિવારજનોએ તેમના બ્રેઇનડેડ સ્વજનના અંગોનું દાન કરાવવું જોઈએ.

અર્જુનના પિતાનું એપ્રિલ ૨૦૨૧ મા કરંટ લાગવાને કારણે દુઃખદ અવસાન થયું હતું

તેના પરિવારમાં માતા પુષ્પાબેન જેઓ પી.પી.સવાણી સ્કુલમાં સફાઈનું કામ કરે છે,

ભાઈ કરણ ઉ.વ. ૨૨ સાયન રોડ, શેખપુરમા આવેલ ટેક્ષટાઈલ યુનિટમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે.

અને બીજો ભાઈ સુનિલ ઉ.વ. ૧૫ કઠોરમાં આવેલ વંદે ગલીયારી હાઇસ્કુલમા ધોરણ ૧૦ મા અભ્યાસ કરે છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરવામાં આવ્યો.

SOTTO દ્વારા હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પીટલને, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.

અમદાવાદની સિમ્સ હોસ્પીટલના ડો. કિશોર ગુપ્તા, ડૉ. વિપુલ આહીર, ડૉ. ચિંતન શેઠ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર સુનીલ અગ્રવાલ, આકાશ અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું,

લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પીટલના ડો. ધર્મેશ ધાનાણી, ડો.રવિ મોહન્કા,

ડો. પ્રશાંથ રાવ, ડો. મિતુલ શાહ, ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર, ડો.મિથુન કે.એન., ડો.વિમલ કરગથા, ડો.આનંદ પસ્તાગીયા અને તેમની ટીમે સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલ હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી ૨૨ વર્ષીય મુસ્લિમ યુવકમાં અમદાવાદની સિમ્સ હોસ્પીટલમા ડો. ધીરેન શાહ, ડો.ધવલ નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૪૦ વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૪૬ વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી ૬૪ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.

હ્રદયને ચાર્ટર્ડ વિમાન મારફત અમદાવાદ પહોંચાડવા માટે સુરતની કિરણ હોસ્પિટલ થી એરપોર્ટ સુધીના માર્ગને સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બેતાળીસમાં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.

સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.

સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા.

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ.અર્જુન રાકેશભાઈ રાઠોડના સમગ્ર પરિવારજનોને તેમણે કરેલા અંગદાનના નિર્ણય માટે સલામ કરે છે…વંદન કરે છે…નમન કરે છે…

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી,

જેમાં અર્જુનના માતા પુષ્પાબેન, ભાઈ કરણ, અરુણ, સંજય, કાકા મનોજભાઈ, બેનમનીષાબેન, બનેવી પરેશભાઈ, પરિવારના અન્ય સભ્યો,

ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડા, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ,

ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અપેક્ષા પારેખ અને ડૉ. દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ,

આસીસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર સંજય ટાંચક, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રીરાકેશ જૈન,

ટ્રસ્ટી હેમંત દેસાઈ, ટ્રસ્ટી અને CEO નિરવ માંડલેવાલા, જીગ્નેશ ઘીવાલા, કરણ પટેલ, સ્મીત પટેલ,

અંકિત પટેલ, મહેન્દ્ર સિંહગોહિલ, રમેશભાઈ વઘાસીયા, જગદીશભાઈ ડુંગરાણી, કૃતિક પટેલ,

કિરણ પટેલ, દિવ્યાંગ પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, મુરલીધર મોરે, નિહિર પ્રજાપતિ, રોહન સોલંકી અને ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૫૨ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે

જેમાં ૪૪૨ કિડની, ૧૮૮ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૨ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૪૨ ચક્ષુઓના દાનથી કુલ ૯૬૫ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે

 

અંગદાન…જીવનદાન…

 

 

🌹પિન્કલ બારીઆ, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp