સંતરામપુર : હિરાપુર ગામે જય જૌહર ચોક માં ગુરુ ગોવિંદ ના ફોટા વિગેરે ને અસમાજીક તત્વો દ્વારા રાત્રીના સમયે તોડી નુકશાન કરવામાં આવતા ગામજનોમાં ભારે રોષ..
મહિસાગર જીલ્લા મા આવેલ સંતરામપુર તાલુકાના હિરાપુર ગામે આવેલ મેઈન રોડ ચોકડી પાસે મુકવામાં આવેલ
જય જૌહર ચોક માં ગુરુ ગોવિંદ ના ફોટા વિગેરે ને અસમાજીક તત્વો દ્વારા
રાત્રીના સમયે તોડી નુકશાન કરવામાં આવતા ગામજનોમાં ભારે રોષ જોવા મળે છે.
સંતરામપુર તાલુકાના હિરાપુર ગામે આવેલ ચોકડી પાસે
ગુરુ ગોવિંદ ચોક કોઈ અસમાજીક તત્વો દ્વારા તોડી પાડવામાં આવેલ છે. .
જે વિશે આદિવાસી સમાજ ના આગેવાનો અને ગામજનો દ્વારા માહિતી આપી હતી કે,
અમારૂ આ ગોવિંદ ગુરુ નું ચોક અસમાજીક તત્વોએ રાત્રીના સમયે તોડી પાડી બે ટુકડા કરી
અમારા ભગવાન અને ગુરુ ગણાતા ગોવિંદ ગુરુ નું તથા અમારા સમાજનું અપમાન કરી
તેમના ફોટા ને અમારા જ ગામના એક મંદિર પાસે પાણી માં નાખી દીધેલ છે.
અને તેની બનાવેલ ચોરસ એન્ગલ બીજી બાજુ ગામમાજ રોડ ને ટચિંગ ૨૦૦ મીટર દુર ઝાડીમાં નાખી દિધેલ હોઈ
જેથી આદિવાસી સમાજ માં આવું કૃત્ય કરનારા ઓ સામે વ્યાપક રીતે રોષની લાગણી વ્યાપી છે.
આ બાબતે હીરાપુર આદિવાસી સમાજ નાં યુવાનો દ્વારા આ ધટના સંદર્ભ માં
સંતરામપુર પોલીસ મથકે લેખિતમાં ફરીયાદ આપી ને આ બનાવની તાત્કાલિક તપાસ હાથ ધરી
આ કૃત્ય કરનાર જે કોઈ પણ પણ હોય તેની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે
અને પ્રશાસન દ્વારા આ ધટના માં ત્વરીત કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે
અને આ વિસ્તાર ખાતે વહેલી તકે ગુરુ ગોવિંદ નું ચોક ટુંક સમયમાં બનાવી આપે
તેમજ જો આમ નહિ કરવામાં આવે તો અમો બધા આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીશું તેમ જણાવ્યું હતું…