કલોલના જાસપુર ગામ પાસેની કેનાલમાં પુરુષનો મૃતદેહ તરતો દેખાતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી

પ્રતીકાત્મક તસવીર:કલોલના જાસપુર ગામ પાસેની કેનાલમાં પુરુષનો મૃતદેહ તરતો દેખાતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી

કલોલના જાસપુર ગામ પાસેની કેનાલમાં પુરુષનો મૃતદેહ તરતો દેખાતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી

પ્રતીકાત્મક તસવીર:કલોલના જાસપુર ગામ પાસેની કેનાલમાં પુરુષનો મૃતદેહ તરતો દેખાતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી
પ્રતીકાત્મક તસવીર:કલોલના જાસપુર ગામ પાસેની કેનાલમાં પુરુષનો મૃતદેહ તરતો દેખાતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી

 

કલોલ નજીક આવેલા જાસપુર ગામની કેનાલમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી દેખાતાં લોકોના ટોળેટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા.

બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લાશ બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેનાલમાંથી મળી આવેલો અજાણ્યા પુરુષનો મૃતદેહ 2-4 દિવસથી પાણીમાં પડ્યો હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

મૃતદેહ ફોગાઇ જવાથી વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની છે.

પરંતુ પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી ગુમ થયેલા વ્યક્તિ અંગેની જાણકારી મેળવી રહી છે.

સંભવત તે જાણકારીના આધારે મૃતકની ઓળખ થઈ શકે.

જાસપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે રવિવારે બપોરના સમયે કોઈ પુરુષની લાશ તરતી દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જેથી પોલીસે તરવૈયાઓની મદદથી મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવા તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તારણ મુજબ કેનાલમાંથી મળેલો મૃતદેહ 2-4 દિવસથી પાણીમાં પડ્યો હોય એટલે મૃતક કોણ છે તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે.

તેમ છતાં પોલીસે છેલ્લા 1 અઠવાડિયામાં આસપાસના વિસ્તાર કે અમદાવાદ શહેરમાંથી ગુમ થયેલા વ્યક્તિ અંગેની માહિતી એકત્રિત કરી મૃતકની ઓળખ કરવા પ્રયાસ હાથ ધર્યા છે.

કેનાલમાં પુરુષનો મૃતદેહ તરે છે. તે અંગેની જાણ અન્ય લોકોને પણ થતા લોકોના ટોળેટોળા મૃતદેહ કોનો છે તે જાણવા માટે કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાસપુર નજીકની કેનાલમાંથી સમય સમયાંતરે અનેક માનવીય મૃતદેહો મળી આવતા રહે છે.

જિંદગીથી ત્રસ્ત અથવા તો ઘરેલુ કંકાસ કે અન્ય કોઈ બાબતોને લઈ માનસિક સ્થિતિ ગુમાવી ચૂકેલા લોકો અમદાવાદ પાસેથી પસાર થતી કેનાલમાં અથવા તો જાસપુર નજીક આવીને કેનાલમાં પડતું મૂકી જિંદગીનો અંત આણી દેતા હોય છે. કેનાલમાં કૂદી પડેલા લોકોના મૃતદેહ જાસપુર નજીકની કેનાલના સાયફનમાં ફસાયેલા મળી આવે છે.

અથવા તો વ્યક્તિના શરીરમાં પાણી જતું રહેવાથી મૃતદેહો તરતા મળી આવતા હોય છે.

આવા બનાવ વખતે કલોલ તાલુકા અને સાતેજ પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા તરવૈયાઓની મદદથી મૃતદેહો બહાર કાઢી તેમની ઓળખ વિધિ સહિતની કાનૂની કાર્યવાહી થતી રહેતી હોય છે.

આજે મળી આવેલા મૃતદેહ સંદર્ભે પણ અમદાવાદ પોલીસ મથક તેમજ કલોલ વિસ્તારના પોલીસ મથકોમાં ગુમ થયેલા વ્યક્તિની જાણકારી પ્રાપ્ત કરી મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp