ડોક્ટર નું ઘર ભાડે રાખી દારૂનું વેપલો કરતો વેપારી ઝડપાયો

આણંદ શહેરના પોશ એરીયા એવા નેહરુ બાગ તરફના રોડ પર તબીબના છ મહિના પહેલા ભાડે રાખેલા મકાનમાં વિદેશી દારૂનો ધંધો કરતા વેપારીને
આણંદ શહેર પોલીસ તે બાદ વિના આધારે ઝડપી પાડ્યું હતું.
જોકે તે જેની સાથે ભાગીદારી કરી ધંધો કરતો હતો તેને હજુ પકડવાનો બાકી છે
આનંદ શહેરના સો ફૂટ રોડ થી નહેરુ બાગ તરફ જવાના રોડ ઉપર આવેલા રવિશંકર વિદ્યાપીઠ નજીકના પ્રથમ બંગલામાં રહેતા મનિષદ ઘનશ્યામ લુહાણાએ ભાડે રાખેલા ઘરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાને ચોક્કસ બાત ને આણંદ શહેર પોલીસને મળી હતી.
જેને પગલે પોલીસે રવિવારે મોડી સાંજે તેના ઘરે દરોડો પાડ્યો હતો.
જેમાં એક સંઘ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
મનીષ લુહાણાને સાથે રાખીને ઘરમાં તપાસ કરતા રસોડામાં આવેલા સ્ટોર રૂમમાંથી વિદેશી દારૂની રૂપિયા 35,000 ની કિંમતની 70 બોટલમળે કુલ રૂપિયા 86 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો
આ અંગે વાત કરતા પી.આઈ.જી.એમ પાવરઆએ જણાવ્યું હતું કે મૂળ મનીષ લુહાણા વેપારી છે
અને તેણે આ બંગલો ડોક્ટર મેહુલભાઈ પટેલ પાસેથી છ મહિના પહેલા માસિક રૂપિયા 15,000 ના ભાડે લીધો હતો
અને આણંદ શહેરમાં લોટીયા ભાગોળ ખાતે ચાવડા ફળિયામાં રહેતા હિતેશ ગોરધન ચાવડા સાથે મળીને ભાગીદારમાં વિદેશી દારૂનો ધંધો શરૂ કર્યો હતો.
હાલમાં હિતેશ ને પકડવાનો બાકી છે પોલીસે બંને વિરુદ્ધ તપાસ હાથ ધરી છે