સંતરામપુરમાં રૂપિયા 17 કરોડની ભૂગર ગટર યોજના નિષ્ફળ

આ ઘરમાં અત્યારથી જ ચેમ્બર ચોક અપ થતા ગંદુ પાણી ફરી વળ્યા
સંતરામપુર નગરમાં રૂપિયા 17 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ
સંતરામપુરમાં 2012 થી અમલમાં આવેલી અને 17 કરોડના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર યોજના 10 વર્ષ પછી શરૂ કરવામાં આવી છે
લાઈનમાં હાઉસ કનેક્શન આપ્યા પછી અને શરૂ કર્યા પછી નગરના દરેક વિસ્તારોમાં અત્યારથી જ ચેમ્બર ચોક અપ થઈ જવાના કારણે
રોડ ઉપર ગંદુ પાણી ફરી ગયા છે જેના કારણે દુર્ગંધ ફેલાતી હોય છે
પસાર થતા વ્યક્તિઓને ભારે મુશ્કેલી પડતી હોય છે આજુબાજુના રહીશો આવી સમસ્યાથી મુશ્કેલીમાં મુકાયેલા છે
સંતરામપુર ની વિવિધ સોસાયટીઓમાં અને વિસ્તારોમાં આ રીતે ચેમ્બર ચોક અપ થઈ જવાના કારણે ગંભીર પરિસ્થિતિ ઉભી થયેલ છે
દસ વરસ પછી પણ નગરજનોને ભૂગર્ભ ગટર યોજના નું યોગ્ય રીતે લાભ મળેલ નથી
તેનો ઉપયોગ હજુ પણ કરી શકાતો નથી
જ્યારે કેટલાક વિસ્તારોમાં હાઉસ કનેક્શન આપ્યા પછી પણ ખુલ્લી ગટરો જોવા મળી રહેલી છે
તેમ છતાં આ જ પરિસ્થિતિ જોવાયેલી છે પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી