ઝાલોદના ઠુંઠી ચેકપોસ્ટ પરથી ગાડીમાં લઈ જવાતો વિદેશી દારુ ઝડપાયો
ઝાલોદ તાલુકાના ઠુંઠી ગામે ચેકપોસ્ટ પાસે પોલીસે નાકાબંધી કરી હતી.
પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. 40,370ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. 2,40,370ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી
ઝાલોદ પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે ઠુંઠી ગામે આવેલી ચેકપોસ્ટ પર નાકાબંધી કરી હતી.
આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી
તે સમયે બાતમીમાં દર્શાવેલી એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી
અને ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી.
તલાશી લેતાં દારૂનો જથ્થો ઝડપાયો
ગાડીના ચાલક અક્ષયભાઈ છત્રસિંહ બારીયાની પોલીસે અટકાયત કરી
તેની ગાડીની તલાસી લેતાં પોલીસે ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. 252 કિંમત રૂા. 40,370ના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા. 2,40,370નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.